SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન કહે છે મારે તમારી સાથે ખાનગી વાત કરવી છે અને આપણે એકાંતમાં બેસીએ. કૃષ્ણજી પાંડે સાથે વાત કરવા જાય છે ત્યાં એટલામાં આકાશ માર્ગેથી નારદઋષી ઉતર્યા. એટલે કૃષ્ણજી, પાંડુરાજા, પાંડવે બધાએ તેમને સત્કાર કર્યો. તેમને પગે લાગ્યા અને આસન પર બેસાડી કુશળ સમાચાર પૂછયા, ત્યારે નારદજીએ કહ્યું કે પાંડવોના દ્રૌપદી સાથે લગ્ન થયાં તે ખૂબ આનંદની વાત છે મને ખૂબ આનંદ થયો છે. પણ હું આજે તમને તમારા હિત માટે કેઈ અગત્યની વાત કરવા માટે આવ્યો છું. તમે એમ ન માનશે કે નારદજી કંઈક અવનવી વાત કરશે. હવે નારદજી શું વાત કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૨ અષાડ વદ અમાસને શુક્રવાર તા ૧૫૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાના કિમિયાગર અને સમતાના સાગર એવા સર્વજ્ઞ ભગવતે ભવ્ય જીવને સંસારની અસારતા અને સંયમની શ્રેષ્ઠતા સમજાવવા માટે શાસવાણી પ્રકાશી. આ વાણી જે ભવ્ય જીના હૃદયમાં ઉતરે છે તેની વાસનાઓના વિષ ઉતરી જાય છે અંતગડ સૂત્રના ત્રીજા વર્ગના આઠમા અયનને અધિકાર ચાલે છે તેમાં છ અણગારોએ તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી એને ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં એક વખત દ્વારિકા નગરીમાં પધાર્યા. આ છ અણગારે કંઈ સામાન્ય ઘરના દીકરા ન હતા. પણ રાજવંશી જેવા સુખ અસરા સરખી સુંદરીઓને મોહ છોડીને ભરયુવાનીમાં તેમણે દીક્ષા લીધી હતી આ બધું કેમ છોડયું? એમને એમનાથ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું ને સંસાર કડવે ઝેર જેવું લાગે. તમને સંસાર કડ લાગે છે કે મીઠે? બોલે તે ખરા. તમે સંસાર સુખના રસીયા છો એટલે જવાબ નહિ આપે. હું તમને સમજાવું. કડ ઝેર જેવો લીંબડે પણ કઈકને મીઠો મધ જેવો લાગે છે એનું કારણ શું? એ તમને સમજાય છે ને ? એક માણસને કોઈ પણ પ્રકારનું ઝેર ચઢી ગયું છે ઝેર ચઢયા વિના કડ લીંબડે કદી મીઠો ન લાગે. તેમ સંસાર જેને મીઠો લાગતો હોય તે સમજી લેજો કે એને મેહનું ભયંકર ઝેર ચઢેલું છે ક્રોધથી ધમપછાડા કરતાં બિહામણું નાગમાં પણ જેને સોહામણું સાપનું દર્શન થાય છે તે ભયંકર અજ્ઞાન જ કહેવાય ને ? તેમ અત્યંત કડવાશ ભરેલાં લીંબડા જેવો સંસાર જેને મીઠે સાકર જેવું લાગે તે તેને મોહનું ઝેર ચઢેલું છે તેવું અનુમાન કરી શકાય ને? જયારે ત્યાગી જીવન સાકાર કરતાં પણ અધિક મીઠું છે. એમાં કડવાશને અંશ માત્ર નથી છતાં જેને ત્યાગી જીવનમાં કડવાશ લાગતી હોય તે તેના
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy