SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન પપ જેમ બને તેમ પાપ ના થાય તે માટે સાવધાન રહે. તમે સંસારમાં ઘરમાં ચોર પેસી ન જાય તે માટે સાવધાન, મારી આબરૂ ન જાય, વહેપારમાં પેટ ન જાય, વ્યવહારમાં ખરાબ ન દેખાય દીકરા-દીકરીને ભણાવવામાં ને પરણાવવામાં આ બધામાં સાવધાન. અરે ! ઘરમાં સહેજ તીરાડ પડે તો પણ સાવધાન બની સીમેન્ટ લઈને તીરાડ પૂરાવી દે છે પણ મારાથી હવે પાપ ન બંધાય, મારા ભવ ન વધે તે માટે આટલી સાવધાની રાખે છે ખરા ? પાપભીરૂ બન્યા વિના ભવ નહિ ઘટે. કર્મ રૂપી કરજ ચૂકવવા સાવધાન બને– કર્મના કરજ કેમ ચૂકવું એ માટે તમને સતત ચિંતા થવી જોઈએ સજજન માણસના માથે કરજ વધી જાય તે એને ઉંઘ ન આવે રાત દિવસ એને ચિંતાનો કીડો કોરી ખાતો હોય બહાર નીકળતાં એને શરમ આવે કે હું શું મોઢું લઈને બહાર જાઉં, બજારમાં જઈશ તે લેકે મને આંગળી ચીંધશે એવી એને શરમ આવે બસ કેમ કરૂં ને શું કરું કે આ કરજથી મુકત થાઉં. ખાનદાન માણસ પિતાનું બધું વેચીને પણ દેણું ચૂકવી દે ત્યારે એને શાંતિ વળે છે. આ ન્યાય આપણા આત્મા ઉપર ઉતારો જેમ પૈસાના કરજદારને સુખે ઉંઘ આવતી નથી, ખાવું પીવું ભાવતું નથી તેમ આપણા આત્માને સતત ચિંતા થવી જોઈએ કે હું કયારે કર્મને કરજથી મુક્ત થઈ હળ બનું? જેટલા હળવા એટલી ચિંતા ઓછી. પ્લેનમાં મુસાફરી કરનારને પણ જેટલું બને તેટલું વજન ઓછું રાખવાનું હોય છે. એ કહે છે કે વજન ઓછું કરે. એક પક્ષીને પણ આકાશમાં ઉડવું હોય તે હળવા બનવું પડે છે. પક્ષીની પાંખમાં કચરો ભરાઈ ગયા હોય તે એ પાંખ ફફડાવીને બધે કચરો પહેલાં ખંખેરી નાંખે છે. ત્યાર બાદ હળવું બનીને ઉચે આકાશમાં ઉયન કરે છે. એને ઉંચે ઉડવા માટે હળવા બનવું પડે છે. તે વિચાર કરે પક્ષી, પલેન કે રેકેટ એ ગમે તેટલા ઉંચે જાય તે મર્યાદિત છે. પણ આપણે કેટલે ઉચે જવું છે? બાર દેવલોક, નવ ગ્રેવક, પાંચ અનુત્તર વિમાનને છેડીને ઊંચે મોક્ષમાં જવું છે. તે કેટલા હળવા બનવું જોઈએ. જે આત્માને જલદી હળવે બનાવ હેય તે ૧૮ પાપસ્થાનક અને આરંભ સમારંભથી સાવધાન રહે. એટલે આરંભ પરિગ્રહનો ભાર વધારે તેટલું દુઃખ વધારે. “ડાયાબીટીશની માફક પરિણામે સંસારમાં દુઃખ છે.” : ડાયાબીટીશન દર્દી પગમાં કઈ વાગી ન જાય તે માટે કેટલે સાવધાન રહે છે! કારણ કે ડાયાબીટીશના દર્દીને હેજ કંઈ વાગી જાય અગર ગુમડું થાય તે જલ્દી રૂઝાતું નથી, કંઈક તે મરતાં સુધી રીબાય છે. આજ રીતે જેને મેહ-માયા અને મમતાને ડાયાબીટીશ લાગુ પડે છે તે જ હેજ મનગમતું મળતાં તેમાં ખેંચી જાય છે. એને પાપનો ભય નથી, ભવટ્ટી કરવાની ચિંતા નથી. તે છે જીવનના અંત સુધી એમાં રીબાઈ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy