________________
આગમ છે જીવન-દીપક : ૨૫
શાસ્ત્રોના સંબંધમાં ઉપર્યુક્ત સત્યને હદયંગમ કર્યા પછી આપણે નિર્ણત કરેલ ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયન તરફ દષ્ટિપાત કરીએ તે તદ્દનુસાર ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના ઐતિહાસિક યુગના સમયના માણસોના માનસ, સ્થિતિ, સંગે, દ્રવ્ય-ક્ષેત્રકાલ–ભાવની હીનાધિકતા તરફ પણ વિહંગાવલોકન આવશ્યક છે. તેને જાણ્યા વગર એક જ પરંપરામાં જન્મેલા, એક જ જાતના સત્યને ઉપલબ્ધ થએલા, એક જ પરંપરાને અનુસરનારાઓમાં જે આચાર-વિચાર અને વ્યવહાર વિષયક બાહ્ય ભેદરેખા પ્રત્યક્ષીભૂત થાય છે તેનું સમાધાન થશે નહિ. બાહ્ય ભૂમિકાના ભેદના મૂળભૂત કારણેની યથાર્થ સમીક્ષા શાસ્ત્રના આરંભ પૂર્વે જાણી લેવી જોઈએ કે જેથી શાસ્ત્રીય રહસ્ય સમજવા સુગમ થઈ જાય.
ભગવાન પાર્શ્વનાથના યુગમાં સત્યની સંપ્રાપ્તિ જેટલી સુગમ હતી તેટલી ભગવાન મહાવીરના યુગમાં સુગમ રહેવા પામી નહિ. આજના વૈજ્ઞાનિક યુગમાં તેના કરતાં પણ વધારે મુશ્કેલી છે. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરને અંતરાલ તે અઢી વર્ષ માત્રને છે પરંતુ અઢી વર્ષના આ નાના સમયમાં, સાંયોગિક પરિસ્થિતિઓ અને માણસના માનસોમાં એવું તો પાયાનું પરિવર્તન આવી ગયું કે સમાન આદર્શો, સમાન સિદ્ધાંત, સમાન તત્વજ્ઞાન, સમાન ઉપલબ્ધિઓ અને સમાન પરંપરાઓની, એક જ પરંપરાની કડી સાથે જોડાએલા એ બંને પરમાત્માઓને અનુસરનારાઓના વ્રત, આચારો અને વ્યવહારના સંબંધમાં આકાશ પાતાળ જેટલો ફરક દેખાવા લાગ્યો.
ભગવાન પાર્શ્વનાથની પરંપરાને અનુસરનારા સાધકે રંગબેરંગી અને કંઈક કીમતી વસ્ત્રો પહેરી શકતા હતા. ભગવાન મહાવીરની પરંપરાને અનુસરનારા સાધકની માફક માત્ર શ્વેત અને તેમાં પણ હલકી જાતના વસ્ત્રો, તથા અતિ અ૯૫માત્રામાં જ વસ્ત્રો રાખવાં, તેમને માટે જરૂરી નહોતું. વસ્ત્રોની પસંદગીને આધાર સાધકની ભૂમિકા, મન અને સાંગિક સ્થિતિ પર નિર્ભર હતો. પ્રભુ પાર્શ્વનાથની પરંપરાને તેમાં અમુક મર્યાદાના સ્વીકારની કશી જ અડચણ નહતી. તેનું કારણ પણ સ્પષ્ટ હતું કે પાર્શ્વ પરંપરાના સાધકે સ્વભાવે સરળ અને સમજણની દષ્ટિએ સુજ્ઞ હતા. ભગવાન મહાવીરના વખત સુધી બીજા તીર્થંકરથી ચાલી આવતી આ સરળતા અને સુન્નતા ધીરે ધીરે ઘસાતી ગઈ અને ભગવાન મહાવીરના શાસનમાં તે એ સરળતા જાણે આખી ને આખી વકતામાં જ ફેરવાઈ ગઈ અને સુન્નતા અજ્ઞતામાં બદલાઈ ગઈ.
માણસની બુદ્ધિ અને હૃદય બને જ્યારે પરિવર્તિત થઈ જાય, ત્યારે સાધકો અને મુમુક્ષુઓના આચાર-વિચાર અને વ્યવહારની મીમાંસામાં પણ જે પરિવર્તન કરવામાં ન આવે તે વિસંવાદ અને અસંગતિને પગ પસાર કરવાને અવકાશ મળી જાય. આ જ કારણથી તે, વ્યવહાર અને આચાર વિષયના ભેદે અનિવાર્ય અને અપરિહાર્યા હતા.