SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ : ભેદ્યા પwાણ, ખેલ્યાં દ્વાર પણ ધર્મે આ મહામંત્ર, કે જે સર્વાગી અને સર્વસ્પર્શી હોય તે, આજ સુધી વિકસિત કર્યો નથી. આ નમસ્કારમાં વિરાટ સમાયેલ છે. અરિહંત માત્ર જૈન પરંપરાની જ દેન નથી. કોઈ પણ પરંપરામાં અરિહંત હોઈ શકે. અને જે અરિહંત થયા હોય તે બધાને નમન એટલે તે બધાનાં ચરણોમાં સમર્પણ. એમાં વ્યકિતમૂલક દષ્ટિ નથી. કેવળ શક્તિને જ ખ્યાલ છે. રૂપનું તો તેમાં ધ્યાન જ નથી. જે અરૂપ-નિરાકાર સત્તા છે તેનું જ ધ્યાન, તેને જ નમસકાર. નમનથી એક જાતની ગ્રાહકતાને પ્રાદુર્ભાવ થાય છે. આપણે જ્યારે કોઈને નમસ્કાર કરીએ છીએ તે જ ક્ષણે આપણું હૃદય ઊઘડી જાય છે. આપણામાં તેને પ્રવેશ આપવા માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ. કારણ જેનાં ચરણોના શરણને સ્વીકાર કર્યો તેને અન્તરાત્મામાં પ્રવેશ કરવા દેવામાં કશી જ બાધા આવતી નથી. જેના તરફ સમર્પણ અને શ્રદ્ધાને જન્મ થયે તેના માટે આપણે દરવાજે નિશ્ચિત ઊઘડી જાય છે. ' આપણું ધ્યાન સદા બાહા વસ્તુમૂલક હોય છે એટલે અંતરમાં અંધારું સચવાઈ રહે છે. ધ્યાન પદાર્થો તરફ છે. આકર્ષણ પદાર્થોનું છે એટલે પરમાત્મા તરફનું વિકર્ષણ થઈ જાય છે. ઈન્દ્રિયોને બહિર્મુખી મટાડી અન્તર્મુખી બનાવવાના સાધનામૂલક પ્રયત્નોથી જ અનાદિ કાલથી સચવાતું આવેલું અંધારું ઉલેચાઈ જશે. એક સૂર્યના પ્રકાશ કરતાં કરડે સૂર્યોને પ્રકાશ, લાખગણી રેશની, આપણા અંદરમાં છે. પરંતુ આપણને તે જ દેખાય છે જે તરફ આપણું ધ્યાન હોય છે. તે દેખાતું જ નથી જે તરફ આપણું ધ્યાન નથી હોતું. દાખલા તરીકે, એક માણસ જતાં જતાં કોઈને ગાળ દેતે જાય છે. જ્યારે તે ગાળ આપે છે ત્યારે બે ઘટનાઓ ઘટે છે. એક તે જે માણસ ગાળ આપી રહ્યો છે તે બહાર દષ્ટિગોચર છે. તે માણસ બહાર છે તેની ગાળ પણ બહાર છે. પરંતુ સાંભળનારના અંતરમાં કોધ પ્રજવલિત થઈ જાય છે તે બીજી ઘટના છે, જે અંદરમાં ઘટિત થાય છે. જે શ્રેતાનું ધ્યાન તે વ્યક્તિ અને તે ગાળ તરફ જશે તે તેના આત્મિક વૈભવને ખજાને બંધ થઈ જશે. પરંતુ ગાળ તરફ ધ્યાન જવાને બદલે જે તેનું ધ્યાન પિતાના કધિ તરફ જશે અને તેનાં કારણે ગોતવામાં તે સંલગ્ન બનશે તો તે કોઇ પણ એક કે બીજી રીતે તેના આત્મિક વૈભવના પ્રવેશનું નિમિત્ત થઈ જશે. આટલી સમતામાં ઊતરવામાં જે કષ્ટની પ્રતીતિ થતી હોય તે ગૃહસ્થ જીવનમાં ડગલે અને પગલે અનુભવાતાં અને જીવનમાં ઉપયેગી થતાં આત્મમૂલક કાર્યો તરફ જે ધ્યાન કેન્દ્રિત કરીશું તે આત્મ-વૈભવને મેળવવાની દિશામાં ગતિ કરવા આપણે સક્રિય બની શકીશું. મનુષ્યનું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. અગરબત્તી પોતે ભસ્મીભૂત થઈને પણ આખા વાતાવરણને સુગંધમય બનાવી દે છે. યાદ રાખજો, તમારું જીવન માત્ર તમારા
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy