SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૮ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર मेव तु संसमे छिन्ने केसी धार परक्कमे । अभिबंदित्ता सिरसा गोमंतु મહાયજ્ઞ | આમ સંશય દૂર થતાં ઘાર પરાક્રમી શ્રી કેશીકુમાર શ્રમણે મહાન યશસ્વી ગૌતમસ્વામીને શિરસા વંદન કર્યાં. શ્રી કેશીકુમાર શ્રમણુ સરળ ચિત્ત અને નિષ્કલ હૃદયના ઉત્તમ સ ંત હતા. તેમને ઉદ્ભવેલી દરેક શકાનું' જ્યારે હૃદયસ્પર્શી નિરસન થઇ ગયું ત્યારે ખાળક જેવું તેમનુ કામળ હૃદય ગૌતમસ્વામીના ચરણેામાં નમી પડયું. કેન્દ્રમાં અહ ંના અભાવ હાય અને બ્રહ્મને મેળવવાની તીવ્રતમ મુમુક્ષા વૃત્તિ હૈાય તે જ આ સ`ભવિત છે. શ્રી કેશીકુમાર શ્રમણ વંદન કરી કૃતજ્ઞતા જાહેર કરી શુ કરશે તે અવસરે.... પ્રકાશપવ દીપાવલી આ પ્રકાશપમાં દીપાવલી પર્વ મહાપવ કે પવૅની મહારાણી તરીકે જાણીતું છે. ઝાકઝમાળ દીપકની ભભકાદાર હારમાળા અને મહા મંગળનાં પ્રતીક સમા દિવ્ય દીપક સમુદાયને જોઈ સૌનાં અંતઃકરણમાં પ્રેમ, મમતા સદ્ભાવ અને નિષ્ઠાના અપ્રતિમ પ્રકાશ પથરાય છે અને વર્ષના આ ચરમ દિવસ દીપાવલીના નામે ભારે ભભકાથી ઊજવાય છે. આમ તે આજે અમાવાસ્યાની કાળી રાત્રિ છે. અસખ્ય દ્વીપમાળાની રોશનીને ઝળહળાટ તિમિરાચ્છિન્ન રાત્રિની કાલિમાને પણ પ્રકાશમાં ફેરવી રહ્યો છે. આ રીતે આ દીવાળી છે તે અમાસ; પરંતુ પૂનમનેય શરમાવે એવાં અજવાળાં તેને અનેરું અદ્ભુત સ્વરૂપ આપી રહ્યાં છે. અમાસનુ સ્વાભાવિક અંધારું અદૃશ્ય થઈ રહ્યુ છે અને ચારેકોર પ્રકાશ, પ્રકાશને પ્રકાશ પથરાઈ રહ્યો છે. પ્રકાશને પાથરનારું આ અપૂર્વ પ છે. એટલે જ આ મહાપર્વ જીવંત જીવનનું સુદર અને ભવ્ય પ્રતીક છે. એમાંથી મળતી પ્રેરણામાંથી જીવ જ્ઞાનની એક દિવ્ય ચિનગારી પ્રગટાવવા પુરુષાથ આદરશે તે શ્રી ગૌતમ સ્વામીની માફક અનંત ભવાના અનંત અંધારાને ભેદી ઝળહળતા પ્રકાશથી તે ઝળહળી ઊઠશે. ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાં પ્રમુખ હતા. તેએ પ્રકાંડ પ ંડિત, ચોદ પૂના જ્ઞાતા, ચતુર્તોની, સક્ષર સન્નિપાતી, તેજેલબ્ધિના ધારક અને ઘાર તપસ્વી હતા. આગમ સાહિત્યને મોટો ભાગ ગૌતમની જ જિજ્ઞાસાનુ સમાધાન છે, તેમને જ જ્ઞાન ગંગાના મૂળ ઉગમ શ્વેત કહી શકાય. ભગવાન મહાવીર પ્રત્યે ગૌતમ સ્વામીને અપ્રતિમ અનુરાગ હતા. એક વખત, પેાતાના લશ્રમણાને કેવળલબ્ધિ થતી જોઈને તેઓ ચિંતિત થઇ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy