SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અને સાધના : ૧૭ સાત્વિક અને પરમાર્થ મૂલક કર્મયોગીનાં કાર્યોની અસર માત્ર તેના શરીરનાં અવય ઉપર જ પડે એટલી સંકુચિત અને ક્ષુદ્ર વ્યાપકતા તેની લેતી નથી. તેનાં માનસ અને બુદ્ધિપ્રતિભા પણ આવાં કર્મોથી શુદ્ધ, સાત્વિક, તેજસ્વી અને પવિત્ર થઈ જતાં હોય છે. પરિણામે પિતાને ક્ષુદ્ર સ્વાર્થોના સંકુચિત ખાચિયામાં પડી રહેવાનું ભૂલી જઈ તે બધાનાં હિતના મહાસાગરમાં અવગાહન કરવાને આનંદ માણતે હોય છે. નિષ્કામ કર્મચાગીને અનાયાસ ચિત્તશુદ્ધિનું ફળ મળી રહે છે. મહાભારતમાં એક તુલાધાર વૈશ્યની કથા આવે છે. તદનુસાર જાજુલી નામને એક બ્રાહ્મણ તુલાધાર વૈશ્યની પાસે બ્રહ્મજ્ઞાન લેવા જાય છે. જ્ઞાન આપનાર વૈશ્ય છે અને લેનાર બ્રાહ્મણ છે. અધ્યયન-અધ્યાપનના કર્મમાં સંલગ્ન બ્રાહ્મણને એક વૈશ્ય પાસે જ્ઞાન લેવા જવું પડે એને અર્થ જ એ થયું કે, જ્ઞાન કેઈ વિશિષ્ટ વ્યક્તિને કે વર્ણને ઈજા નથી. બ્રહ્મત્વની દિશામાં મનુષ્ય માત્રની અબાધિત યાત્રા સંભવે છે. ઈશ્વરેપલબ્ધિ કઈ વિશિષ્ટ વર્ણની સંપત્તિ કદી પણ થઈ શક્તી નથી. માણસની પિતાની પવિત્રતા, સરળતા અને પુરુષાર્થ શક્તિ જ તેને બ્રહ્મના દરવાજે પહોંચાડી શકે છે. તુલાધારે આવેલા બ્રાહ્મણને પિતાના વેપાર કર્મના અનુરૂપ એક નાનકડી વાત જ કહી આપીઃ “જુઓ, ભાઈ! આ ત્રાજવાંની દાંડી સીધી રાખવી પડે છે.” આ ત્રાજવાંની દાંડીના સીધાપણુએ બહારનાં કર્મો કરતાં તુલાધારના મનને સરળ અને ઈશ્વરપરાયણ બનાવી દીધું. નાનું છોકરું દુકાને આવે કે મે માંધાતા તેની દુકાને આવે, ગમે તે કઈ પણ વસ્તુની ખરીદી માટે આવે, પણ ત્રાજવાંની દાંડીના રૂપમાં જરા જેટલે પણ ફેર ન પડે. ન તે દાંડી ઊંચી જાય કે ન નીચી જાય, પરંતુ બરાબર મધ્યમાં રહે. એકધારા ઉપયોગ અને કામની પણ મન ઉપર અસર થયા વગર રહેતી નથી. સુખ-દુઃખ, જન્મ-મરણ, પ્રેમ-ઘણું આવા આવા કંથી જગત સભર છે. આ બંને કંઠેમાંથી કેઈના પણ પક્ષ કે પ્રતિ પક્ષમાં પડયા વગર તુલાધારને જેમ ત્રાજવાની દાંડીમાંથી સમવૃત્તિ જડી, તેમ કર્મયેગીને પણ તેના દરેક કાર્યોમાંથી પ્રભુતાને પડછાયે જયા વગર રહેશે નહિ. વાણંદ બધાના માથાનું મુંડન કરે છે. કર્મયોગી વાણુંદ પિતાના આ કાર્યને નિષ્કામ બુદ્ધિએ જેમ જેમ કરતે જશે તેમ તેમ એક દિવસ તેના મનમાં આ આધ્યાત્મિક ભાષા ર્યા વગર રહેશે નહિ કે-બીજાનાં માથાનાં મુડન મેં ઘણાં કર્યા, પરંતુ મારી જાતનું મુક્ત કરવાનું મેં કદીયે વિચાર્યું નથી. આજ રીતે ખેતરમાં વધી પડેલા નીંદાણ કાઢતાં કાઢતાં ખેડૂતના હૃદયમાં વાસના અને વિકારનું નીંદાણ કાઢવાની બુદ્ધિ સૂઝશે. માટી ખૂંદી ખૂદીને ગાર બનાવી સમાજને પાકાં માટલાં પૂરા પાડનારે ગેરે કુંભાર પિતાનાં જીવનને પાકું માટલું બનાવવાની મનમાં ગાંઠ વાળે છે. હાથમાં પણ રાખી “માટલાં કાચાં કે પાકાં એવી સંતેની પરીક્ષા કરનારે તે પરીક્ષક બને છે. કપડાના તાણાવાણું વણનાર શ્રી કબીર કપડાં વણતાં વણતાં પિતાનાં જીવનના તાણાંવાણુ વણવાનાં કાર્યમાં સંલગ્ન થઈ પિતાના
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy