SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદને વિજય : ૬૦૩ આયુર્વેદ શાસ્ત્રના નિયમ મુજબ, જમતી વખતે માનસિક શાંતિ પરમ કેટિએ પહોંચેલી હેવી જોઈએ. જમવાના અર્ધા કલાક પૂર્વે તેમજ અર્ધા કલાક પછી કઈ જાતને વિક્ષોભ થ ન જોઈએ. પરમ શાંતિ અને સમાધિના અનુભવોની પવિત્ર ક્ષણમાં જે ભેજન કરવામાં આવે તે સ્વાચ્ય અને પાચનક્રિયા પર તેની ભારે સારી અસર થાય છે. પરંતુ આનાથી ઊલટુ જે ભેજન પહેલાં અને ભેજન પછી માનસિક અશાંતિ અને અસમાધિના ભાવમાં જે કોઈ વ્યકિત વ્યગ્ર રહે તે વૈદકશાસ્ત્ર કહે છે કે, સ્વાથ્ય પર તે ભોજનની સ્વાથ્યપ્રદ અસર થશે નહિ અને તેના પરિપાકમાં અને પાચનમાં મુશ્કેલી ઊભી થશે. આમ જે આયુર્વેદશાસ્ત્રના નિયમ મુજબ કામક્રોધાદિ વિકારોની અસર ભોજન સામગ્રી પર પણ સારી નરસી થતી હોય તો એક હકીકત સ્પષ્ટ છે કે કર્તાના ભાવની અસર અચેતન પર પડે જ અને તે મુજબને જ વિપાક અનુભવાય. માટે જીવને કર્મ કરવામાં તેમજ ફળ ભેગવવામાં પણ સ્વતંત્ર માન જોઈએ. આ વિષયને આવતીકાલ ઉપર રાખી શ્રી કેશી-ગૌતમના સંવાદ તરફ વળીએ. શ્રી કેશીકુમાર શ્રમણ પૂછે છે કે પીડિત માણસો માટે બાધારહિત કલ્યાણકારી સ્થાન કર્યું શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે: अत्थिग धुवठाण लोगग्ग मि दुरासह । जत्थ नत्थि जरामच्चू वाहिणो वेयणातहा ॥ લેકના અગ્રભાગમાં એક એવું સ્થાન છે જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ અને વેદના નથી. પરંતુ આ લેકાગ્ર ભાગ ઉપર પહોંચવું બહુ મુશ્કેલ છે. કેન્દ્રમાં જ્યારે અહં હોય છે ત્યારે અહંમાંથી મમની સૃષ્ટિ થાય છે. મમ એ જ મેહનો આત્મા અને પ્રાણ છે. આમાંથી જન્મ અને મરણની પરંપરા રચાય છે. જ્યારે બ્રહ્મભાવ ભૂલાઈ જાય છે ત્યારે માણસ પરમાત્મભાવની સૃષ્ટિ રચવાને બદલે જન્મ, જરા, મૃત્યુ વ્યાધિ અને વેદનાની સૃષ્ટિ રચી નાખે છે. અહં જે કેન્દ્રમાંથી ખસી જાય અને અહને સ્થાને જે બ્રહ્મ પિતાનું સ્થાન અને સિંહાસન સંભાળી લે તે જીવ અત્રે જ જીવનમુક્ત બની જાય. જે અહી મુકત બને, જીવતા જીવે જે બંધનમાંથી છૂટી જાય, સશરીરે જે મુકત થઈ જાય તે જ તે અશરીરે પણ મુકત થવાનું જ છે. પરંતુ તે સ્થાનની પ્રાપ્તિ માટે ભારે સાધના અને કઠેર તપશ્ચર્યાની અપેક્ષા છે. સ્વરૂપની સમજણ વગર આ દિશામાં પગલાં ભરવાં પણ શક્ય નથી. આ સ્થાન કયું છે?– એ પ્રશ્ન કેશીકુમાર શ્રમણ શ્રી ગૌતમ સ્વામીને ફરી કરવાનાં છે; એટલે આવતીકાલે આ વિષેની વધારે સરળ અને સ્પષ્ટ છણાવટ કરવામાં આવશે. A
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy