SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદની કરામત જીવનું લક્ષણ ઉપગ છે. જ્ઞાન અને દર્શનચેતના એ ઉપયોગને જ અર્થાતર છે. જીવની દરેક સ્થિતિમાં તેને સદ્ભાવ હોય છે. જીવને આ સ્વભાવ હેવાથી કદી પણ તેને અભાવ થતું નથી. જેનેની દષ્ટિએ ઉપગની અવ્યક્તતમ સ્થિતિ તિર્યંચ એનિના લબ્ધિ અપર્યાપ્તક નિગોદમાં જન્મતા પ્રથમ સમયવર્તી જીવની હોય છે તે તેની પરમ પરાકાષ્ઠા કૈવલ્ય લબ્ધિને પામેલા, નિજસ્વભાવમાં રમતા, અરિહંત અને સિદ્ધોની હોય છે. - જેમનામાં આ ઉપગ ગુણ નથી એવા ઘણું પદાર્થો આ જગતમાં વિદ્યમાન છે. વૈજ્ઞાનિકોની દષ્ટિએ એની સંખ્યા ગમે તેટલી હોય છતાં જેનદર્શનની દષ્ટિએ એવાં તો પાંચ જ છે. ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ. વૈજ્ઞાનિકોએ કપેલા બધા જ પદાર્થોનું વર્ગીકરણ આ પાંચ પદાર્થોમાં થઈ જાય છે. જીવનું સ્વરૂપ આ છે. अरसमरूवमगंध अव्वत्त चेदणागुणमसई । जाण अलिंगग्गहण जीवमणिदिट्ठसठाण ॥ અર્થાત્ સમયસારના જીવને રસરહિત, ગન્ધરહિત, રૂપરહિત, સ્પર્શરહિત, અવ્યકત અને ચેતના ગુણવાળે બતાવેલ છે. તેને તત્વાર્થ સૂત્રકારે “પોજ કર ક્ષણ” કહેલ છે. ઉપયોગ શબ્દથી જ્ઞાન અને દર્શન જે ચેતનાના ભેદ છે તેને બંધ થાય છે. ઉપર બતાવેલા પાંચ પદાર્થોમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તે સ્વભાવતઃ અવિકારી અને શુદ્ધ છે. એમના સ્વભાવમાં ક્યારેય પણ નિમિત્તેને વશવતી થઈ વિપરિણામ આવતું નથી; પરંતુ જીવ અને પુદ્ગલ આ બને દ્રવ્યમાં અવિકારી અને વિકારી એટલે કે શુદ્ધ અને અશુદ્ધ એવી બે પ્રકારની અવસ્થાઓ હોય છે. જ્યારે આ દ્રવ્ય અન્ય દ્રવ્ય સાથે સંશ્લેષાત્મક વિપરિણામને ઉપલબ્ધ થાય છે ત્યારે તે વિકારી હોય છે, અને જ્યારે સંશ્લેષાત્મક વિપરિણામને અભાવ થાય છે ત્યારે તે અવિકારી બની જાય છે. અવિકારી અને વિકારી જીવની અવસ્થાઓને અનુલક્ષીને જીવના સંસારી અને સિદ્ધ એવા બે ભેદો કરવામાં આવ્યા છે; અને પુદ્ગલ દ્રવ્યના આણુ અને સ્કંધ એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે, જીવ અને પુદ્ગલ જ્યાં સુધી એક બીજા સાથે સંયુક્ત એટલે કે જોડાએલા રહે છે ત્યાં સુધી તેમની પરિણતિ વિપરિણતિ અથવા વિકારી ગણાય છે; અને પશ્ચિક રીતે પ્રાપ્ત સંશ્લેષણ અવસ્થા જ્યારે ખસી જાય છે ત્યારે જીવ અને પુદ્ગલે અવિકારી થઈ જાય છે. પુદ્ગલ જ્યારે શુદ્ધ પરમાણુરૂપે હોય છે ત્યારે શુદ્ધ અને અવિકારી કહેવાય છે. સંલેષ પરિણામને પામવાની યેગ્યતા માત્ર જીવ અને પુદ્ગલની છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ દ્રવ્યમાં સ્વભાવતઃ આ ગ્યતા નથી એટલે ચારે દ્રવ્ય સનાતન અધિકારી હોય છે. જીવનમાં મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગરૂપ યોગ્યતા છે અને પુદ્ગલમાં
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy