SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાયને રસાસ્વાદ : પંદન. તરફ અંદરમાં ઊતરી જઈશું તે અનુભવી થઈને આપણે બહાર આવશું. આ અનુભવ એ જ સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયથી જ આપણે જ્ઞાની થઈ બહાર આવી શકીએ છીએ. એનાથી બે, સારા અનુભવ થશે. એક તે આપણી પિતાની જાણકારી વધી જશે અને બીજું આપણા મનમાં એક નિશ્ચય થઈ જશે કે તેણે ગાળો આપી એ કે મહત્ત્વપૂર્ણ વાત નહતી. મહત્ત્વપૂર્ણ વાત તે એ છે કે ગાળો ખાધા પછી આપણે કેવો અનુભવ કરીએ છીએ ! પછી તે ગાળેને જવાબ આપવા આપણે ક્યારેય નહિ ઈચ્છીએ ! આપણે આપણી નબળાઈઓ જેટલે અંશે છુપાવીએ છીએ તેટલે અંશે તે સધન બનતી જાય છે. આપણી નબળાઈઓને જ્યારે આપણે સ્વયં જેવા અને તેને દૂર કરવા લાગીએ છીએ ત્યારે જ તે નબળાઈઓના મૂળિયાં હચમચવા લાગે છે. ગંદકી, કચરા, કાંટા, કાંકરા વગેરે તે ધરતીના ઉપરના તળ ઉપર જ હોય છે, જેમ જેમ ધરતીના ઊંડાણમાં ઊતરીએ છીએ તેમ તેમ અંદરથી હીરા, માણેક, મોતી મળે છે. સ્વાધ્યાયને અર્થ છે આપણે આપણું હાથથી અજીત દુઃખમાં ઊંડા ઊતરવું. આપણું આંતરિક ગંદકીના ઊંડાણમાં ઊતર્યા વગર સ્વચ્છ થઈ શકાતું નથી. દુઃખમાંથી પસાર થયા વગર સુખને અનુભવ કરી શકાતો નથી, સુખની ઝલક માણી શકાતી નથી. નરકમાંથી પસાર થયા વગર સ્વર્ગ મળતું નથી. કારણ નરક આપણે નિર્મિત કરેલાં છે. આપણે તેમાં જ ઊભાં છીએ. દરેક માણસ નરકમાંથી સ્વર્ગમાં જવા માંગે છે, પરંતુ આપણે જ નિર્માણ કરેલાં નરકને - મીટાવ્યા વિના સ્વર્ગમાં ક્યાંથી જવાય? સ્વર્ગ અથવા અપવર્ગ અહીં અને આ જ ક્ષણે મૌજૂદ છે. પરંતુ આપણે નિર્મિત કરેલા નરકમાં તે છુપાએલું છે. અપવર્ગ એ આપણે સ્વભાવ છે; નરક આપણી ઉપલબ્ધિ છે. નરક ઊભું કરવામાં આપણે ભારે શ્રમ કર્યો છે. તે નરકની દીવાલને તેડવા સ્વાધ્યાય કેદાળીનું કામ કરે છે. શ્રીઉત્તરાધ્યયન સૂત્રના ચાલતા સ્વાધ્યાય તરફ હવે એક દષ્ટિ નાખવી જરૂરી છે. શ્રી કેશીકુમાર શ્રમણ પિતાના દ્વિીપ સબંધેના પ્રશ્નનું સમીચીન સમાધાન થઈ જતાં, શ્રી ગૌતમ સ્વામી તરફની પોતાની માનભરી અને વિવેકભરી દષ્ટિ દાખવતાં કહે છે साह गोयम! पन्नाते छिन्नो मे संसमा इमो । अन्नो वि संसओ...मज्झत मे कहसु गोयमा ! ॥ अन्धयारे तमे घोरे चिटठन्ति पाणिणो बहु । को करिस्सह उज्जोय सव्व लोगम्मि पाणिण ।। હે ગૌતમ ! તમારી પ્રજ્ઞા શ્રેષ્ઠ છે. તમે મારી શંકા દૂર કરી છે. મારે હજી એક સંદેહ છે. હે ગૌતમ ! તે વિષે તમે મને કહો. ભયંકર પ્રગાઢ અંધકારમાં ઘણું જ રહે છે. આખા લેકમાં તેમને માટે પ્રકાશ કોણ કરશે?
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy