SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. ભેઘા પાષાણ, ખોલ્યાં દ્વાર આત્માને સ્વભાવ નથી પરંતુ વિભાવ છે, વિકાર છે. વિકાર અથવા વિભાગ પધિક હોય છે, નિમિત્તેની અપેક્ષા રાખનાર હોય છે, તે સંયોગ માત્ર છે. એટલે એક દિવસ જેમ તે આત્મા સાથે જોડાયેલું હોય છે તેમ સંજોગે સાનુકૂળ મળતાં તે અવશ્ય વિમુક્ત પણ થાય જ છે. સ્વભાવ પિતાને હોય છે. સ્વભાવ સંયોગથી જન્મતે નથી, તેથી તેને નાશ પણ થતું નથી. જે આપણું છે તેને કદી નાશ નથી અને જે સાંગિક છે તે કદી ટકી શકતું નથી એ જ તત્વજ્ઞાન છે, એ જ ભેદ વિજ્ઞાન છે, એ જ સમ્યગ્દર્શન છે અને એ જ આધ્યાત્મિક ભૂમિકાનું મૂળ પણ છે. નિશ્ચય દષ્ટિને અનુસરનારી વ્યકિત હંમેશાં વિવેકપૂર્વક વિચાર કરે છે. તે શરીર અને ઈદ્રિ તેમ જ ઈદ્રિના વિષયને પિતાથી ભિન્ન અને જડ માને છે. તેની દ્રષ્ટિમાં, સ્વરૂપમાં કઈ કાળ કે કર્મ બાધક કે સાધક થતાં નથી. પરથી ભિન્ન સ્વ–આત્મા સદસ્વરૂપ, ચિદ્રરૂપમાં અવસ્થિત હોય છે. નિશ્ચય દષ્ટિથી આત્મા અને શરીરાદિ પર પદાર્થોમાં અત્યન્તાભાવ એટલે વૈકાલિક અભાવ છે. પરમાણુ પણ આપણું બની શકતું નથી. પછી પરમાણુના પુંજ સમા દષ્ટિગોચર થતા એ બધા પદાર્થો તે આપણા કયાંથી થવાના એટલે પદાર્થોમાં વ્યાહ બુદ્ધિ રાખવી એ નરી અજ્ઞાનતા છે. ચિત્તમુનિને આ આત્મ સંસ્પર્શ ઉપદેશ પણ બ્રહ્મદત્ત ચક્રવતીના માનસમાં અસર ઊપજાવી શક્યો નહિ. પુણ્યનાં આ પરિબળે બ્રહ્મદત્ત માટે ઉપકારક થવાને બદલે અપકારક થયા. પુણ્યના આ પુ તેને મોક્ષ અપાવવાને બદલે નરકમાં લઈમાં જવા નિમિત્ત બન્યા. ચિત્તમુનિને કહેવું પડ્યું न तुज्झ भोगे चइऊण बुद्धी गिद्धासि आरंभ परिग्गहेसु । मोह को असिउ विप्पलावो गच्छामि राय ! आमंतिओसि ॥ હે રાજન ! તમે પ્રભુ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે. આત્માને પરમાત્મ સ્વરૂપ સિદ્ધ સમજીને જે સતત આત્માનું ધ્યાન કરતા રહે છે તે એક દિવસ અવશ્ય સિદ્ધ થઈ જાય છે. આવા વિશુદ્ધ આત્મસ્વરૂપની તમને પ્રતીતિ કરાવી છતાં, ભોગે પગ છેડવાની તમારી ઈચ્છા નથી. તમે આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ તમારી સાથે આટલી વાત કરી. રાજન્ ! હવે હું જાઉં છું. અંતે ચિત્તમુનિ અને બ્રહ્મદત્તના કાર્યોની અંતિમ નિષ્પતિ શી આવી તે શાસ્ત્રકારના જ શબ્દોમાં पंचालराया घिय बम्भदत्तो साहुस्स तस्स वयण अकाऊं। अणुत्तरे भुंजिय कामभागे अणुत्तरे नरमे पविट्ठो । પાંચાલ દેશને રાજા બ્રહ્મદત્ત મુનિના વચન પાળી ન શક્યા. તેથી અનુત્તર ભેગ ભેળવી અનુત્તર સપ્તમ નરકમાં ગયે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy