SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ અને અમૃતત્વ ભારતીય મનીષીઓનુ ચિ ંતન અને પરિશીલન સદા ઊધ્વમુખી રહ્યું છે, સદા વિકાÀોન્મુખ રહ્યું છે. ભારતીય દર્શનમાં કેન્દ્ર સમે બ્રહ્મ' શબ્દના અથ જ એ છે કે-જે સદા વધતુ રહે, સદા વિકસતું રહે. એટલે જ આ ભૂમિ સદાથી અધ્યાત્મભૂમિ તરીકે અંકાતી આવી છે. ભારતીય દના માત્ર ભારત અને મનથી જણાતા જગતને જ સંપૂર્ણ જગત માનતા નથી. પરંતુ તેનાથી અગેાચર એવી આત્મ-સૃષ્ટિના સાક્ષાત્કારથી તેઓ સ ંતુષ્ટિ અનુભવે છે. એટલે ભારતીય ચિંતકે અને ગવેષકાએ આત્મતત્ત્વના અન્વેષણ અને અવગાહનમાં જે ચેાગદાન આપ્યું છે અને આત્મસાગરના મંથનમાંથી અમૃતત્વની ઉપલબ્ધિના જે પ્રયત્નો કર્યા છે, તેને જોટા આ વિશ્વના વિશાળ પટ ઉપર કયાંય જડે એમ નથી. પુરાણામાં એક કથા આવે છે. તે કથા સાગરના મથનની છે. અમૃતને ઉપલબ્ધ કરવા દેવે અને દાનવાએ સાગરનું મંથન કર્યું હતું. આ સાગરના મથનમાંથી અમૃતને બદલે પહેલાં વિષ નીકળ્યું. વિષ એ તે મારક તત્ત્વ છે. એટલે તેને લેવા કોઈ તૈયાર ન થયું. આ વિષે જો આમ ને આમ રહે તે જગતના જીવા મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય. એટલે બધા દેવા અને દાનવામાંથી સૌને આ વિષ પી જવા આગ્રહ થયા. પરંતુ વિષને પીવા કોઈ તૈયાર ન થયું. જ્યારે વિષને પીવા કોઈ તૈયાર ન થયું ત્યારે મહાદેવ શિવે જગતનાં કલ્યાણને માટે વિષને પી જવાની હામ ભીડી. દેવા અને દાનવા બધા ખુશ થઇ ગયા. તે બધા માટે અમૃતપાનના જે દરવાજા બંધ હતા તે મહાદેવ શંકરના વિષપાનની ઘેાષણાથી ઉદ્ઘાટિત થઈ ગયા. સમુદ્રમાંથી ઘણાં રત્ના નીકળ્યાં. ભગવતી લક્ષ્મીને પણ આવિર્ભાવ થયા અને છેવટે અમૃતના પણ દર્શન થયાં. આ બધી વસ્તુઓના સ્વીકાર કરનારા તે નીકળી આવ્યા. લક્ષ્મીજીના સ્વીકાર વિષ્ણુએ કર્યાં. પરંતુ મહાદેવ સિવાય વિષને કોઇએ ન સ્વીકાયું. વિષને પચાવવાની પણ કળા હાવી જોઇએ. આ કળાને દેવા આત્મસાત્ કરી શકયા નહેાતા તેમજ માનવીય જગતના માનવેા પણ તે કળાને હસ્તગત કરવા નિષ્ફળ નીવડયા હતા. વિષને પચાવવાની કળા માત્ર શકરને સાધ્ય હતી. એટલે જે વિષને પી શકે છે તે દેવાના પણ દેવ-મહાદેવ બની જાય છે. હિન્દુ જગતમાં બધા દેવામાં દેષ્ઠ દે શ કર મનાય છે. તેઓ આશુતેષ નામથી ઓળખાય છે. જગતના હિત માટે તેઓ વિષને ગટગટાવી ગયા. પરંતુ તે વિષ તેમણે ગળાથી નીચે ન ઊતાર્યું. તે વિષે તેમણે ગળામાં સાચવી રાખ્યુ એટલે તેમનુ' નામ નીલકંઠ પડ્યુ. આ તે એક રૂપક છે. સમજાવવા માટેની મીઢી કથા છે. આમાંથી ઘણી સમજવાની અને આચરવાની ઉપદેશભરી કીમતી વાતા મળે છે. આપણું જીવન પણ એક મહાસાગર છે. અન તકાળની વાસનાઓ, વિકલ્પે અને વિચારાનું વિષ આપણે એકત્રિત કર્યું છે. આ સાગરનુ જે મંથન
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy