SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થ અને તીર્થકર : ૪૬૩ મારા સંબંધે ખોટી ગેરસમજણ ઊભી ન થાય. આ વાતના આટલા સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ પછી પાછે હું મારા મૂળ વિષય પર આવું છું. સમેત શિખર પર્વત બિહારમાં આવેલ છે. આ પર્વત ઉપર આજે પણ જેની હકુમત છે. આ સમેત શિખર પર વીસ તીર્થકરે અને અસંખ્ય બીજા મુનિઓ પરિનિર્વાણ પામ્યા છે. આ ઐતિહાસિક હકીકતને ઈતિહાસની દષ્ટિએ એક વખત વિચાર કરી લઈએ, એટલે તેના તને સમજવા અને પકડવાની સુગમતા રહેશે. ભગવાન રાષભદેવથી માંડી ભગવાન મહાવીર સુધી ૨૪ તીર્થક થયા છે. એક તીર્થંકરથી બીજા તીર્થંકરમાં હજારે, લાખે કે કરોડો વર્ષોનું જ અંતર નથી પરંતુ તમારી કે અમારી કલપના કામ ન કરે એટલા લાખ કરોડ સાગરનું અંતર છે. હાં, ભગવાન મહાવીર અને પાર્શ્વ પ્રભુ વચ્ચે સૌથી ઓછું અંતર છે અને તે ૨૫૦ વર્ષનું જ; પરંતુ મહાવીર અને નેમિનાથ વચ્ચે જૈન દૃષ્ટિએ ૮૩૭૫૦ વર્ષ, નેમિનાથ વચ્ચે ૫ લાખ વર્ષ, મુનિ સુવ્રત વચ્ચે ૬ લાખ વર્ષ, મલ્લિનાથ વચ્ચે ૫૪ લાખ વર્ષ આ રીતે વધતાં વધતાં ૧૨મા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય વચ્ચે ૩૦ સાગર, પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ વચ્ચે નેવું હજાર કરોડ સાગર અને પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુ વચ્ચે પચાસ લાખ કરોડ સાગરનું અંતર છે. સાગરની મર્યાદાનું વર્ણન વાંચશો તે હદય થીજી જશે. ત્યાં છેલ્લા તીર્થકર અને પ્રથમ તીર્થંકર વચ્ચેના અંતરની કાળ મર્યાદા લાખો, કડે, પલ્ય અને સાગરની મર્યાદાને વટાવી પચાસ લાખ કરોડ સાગર આવીને ઊભી રહી. આ અંતરને ઉલેખ તે મારા મોઢાંની વાત નથી. આ તો શાસ્ત્રોના આધારે જાણેલી એક હકીકત છે. આ રીતે લાખ કરોડ સાગરોનું આવું વિશાળ અંતર હોવા છતાં, એક સ્થાન પર આટલાં વર્ષોના એતિહાસિક અંતરે શરીરનું વિસર્જન કરે અને તે પણ એક નહિ, બે નહિ, ત્રણ નહિ પણ વીસ વીસ તીર્થકરો, તે અવશ્ય વિચારણીય છે. તીર્થ બનાવવા પાછળ એક પ્રયોજન તે અવશ્ય રહ્યું હશે કે, એક વિશિષ્ટ સ્થાનને આવી વિશિષ્ટ શકિતથી સંપુરિત કરી દેવું કે જેથી તે સ્થાનેથી યાત્રા કરનારને આધ્યાત્મિક યાત્રામાં જરા સરળતા અને સુગમતા રહે. ભગવાને દરેક વસ્તુની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પણ ગૌણ-મુખ્ય ભાવે અપેક્ષા રાખી છે. ઉપાશ્રયમાં તમારી ભાવનાઓમાં જે રંગ હોય તે અન્યત્ર ભાગ્યે જ હોય છે. તેનું કારણ છે કે ઉપાશ્રયની ભૂમિ હંમેશાં ધાર્મિક કાર્યોથી, ધાર્મિક વિધિ–વિધાનેથી સભર હોય છે. મુનિઓ અને પુરુષનાં પદાર્પણથી, તેમના સતત નિવાસથી, તેમની વાણીના પ્રભાવથી તે ભૂમિના અણુઅણુમાં એવી તે શુભ્રતા અને શુકલતા પ્રવેશી ગઈ હોય છે કે, ત્યાં પ્રવેશનાર કેઈ જુદો જ ભાવ અનુભવતા હોય છે. ધન્ય છે તે ગ્રામ, નગર, રાજધાની, પુર, પાટણ કે જ્યાં જ્યાં પ્રભુ દેશના દેતા થકા વિચરતા હશે ! ત્યાં ત્યાં રાઈસર, તલવર, માડંબી, કોઠંબી, શેઠ, સેનાપતિ, ગાથાપતિ હરકોઈ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy