SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ : ભેવા પાષાણુ, ખાલ્યાં દ્વાર ખાલી મનથી જ જીવનની પરમ કક્ષાના આવિર્ભાવ થાય છે. જીવનના પરમદન પામવાના શ્રી ગણેશ ત્યારે જ મંડાય છે જ્યારે મન ખાલી હાય ! ખાલી મનને સમજવા માટે આપણે એક દાખલા લઇએ. તમે દીવાલેાને મકાન કહે છે કે મકાનની અંદર જે ખાલી જગ્યા છે, તેને મકાન કહે છે ? સામાન્ય રીતે ભીંતાને આપણે મકાન કહીએ છીએ. એટલે જ જ્યારે આપણે મકાન બનાવવાનું વિચારીએ છીએ ત્યારે પણ પ્રથમ દીવાલ બનાવવાની વાત જ વિચારાતી ડાય છે. પરંતુ જે સૂક્ષ્મતાથી વિચાર કરનારા મનીષીએ છે તેમણે તેમના મતવ્ય મુજબ દીવાલાની વચ્ચે જે ખાલી જગ્યા છે, તેને જ મકાન કહ્યુ' છે. કેમકે કોઇપણ માણસ દીવાલેામાં નથી રહેતા, પરંતુ ખાલી જગ્યામાં રહે છે. જો ખાલી જગ્યા ભરેલી હાય તા તેવા મકાનની કોઈ જ કીમત નથી. તેમાં રહેવા માટે જે ખાલી જગ્યા જોઇએ તે જ નથી તે રહેવુ કયાં? આજ પ્રકારે શરીર પણ એક દીવાલ છે. દીવાલ હુંમેશાં મજબૂત હોવી જોઇએ. તેની અંદર જે મન છે તે મહેલ છે. જો શરીરરૂપી દીવાલ મજબૂત હોય તે મનરૂપી મહેલની ઈમારત તેના પર ઊભી રહી શકે. વળી તે મનરૂપી મહેલ ખાલી હોવા જોઇએ. તે મહેલની નિવાસી આપણી ચેતના છે, આત્મા છે. જો મનરૂપી મહેલ ખાલી હોય તે નિવાસી સારી રીતે રહી શકે છે. મન જો ભરેલુ હશે તે સ્થિતિ એવી થશે કે, તમારી પાસે મકાન તે છે, પરંતુ તે નિરક ઘરવખરીથી, નકામા કચરા અને ભંગારથી એવું તે ખીચાખીચ ભરેલું છે કે આત્માને અંદર રહેવા, સૂવા કે કાંઇપણ અધિકૃત રીતે કાર્ય કરવા કશા જ અવકાશ રહેશે નહિં. માને કે એક માણસની પાસે રહેવા માટે મકાન તેા છે પરંતુ તે ઘર-વખરી, ભંગાર અને રાચરચીલાથી આખુ ભરેલુ છે. હવે તમે જ કહે। તે ઘરધણી કયાં રહે? તેને એસરીમાંજ આશ્રય લેવા પડેને ? આપણે બધા પણ લગભગ આવી જ સ્થિતિના માણસ છીએ. મન એટલા બધા વિચારે, વિકલ્પે અને વાસનાઓથી ભરેલુ હાય છે કે આત્માને પોતાના જ મનરૂપી મહેલમાં રહેવાની જગ્યા મળતી નથી ! તેને બહાર જ ભટકવુ' પડે છે. જ્યારે પણુ આંતરનિરીક્ષણ કરીશું ત્યારે અંદર આત્મા નહિ મળે, મન જ મળશે. અર્થાત્ કેાઇ વૃત્તિ, કોઈ વિચાર, કાઇ વિકલ્પ કે કોઈ વાસના જ મળશે. ઘર એટલું ખીચાખીચ ભરેલું છે કે, ઘરમાં જતાં વિવિધરંગી રાચરચીલું તેા મળે છે પરંતુ ઘરના માલિક મળતા નથી ! ઉપનિષદમાં સન્યાસીએને માટે એક સુંદર વાકય છે. મનેાનિધિની કન્યા’–મનના નિરોધ જ પરમહંસાની કન્થા એટલે સન્યાસીએની ઝાળી છે. જે સન્યાસીઓ છે, એટલે માહ મમતા અને વિકલ્પાના ઝંઝાવાતી જગતમાંથી વિમુક્ત થવા મથતા જે પરમાત્મપરાયણ સાધકો છે તેમના મનમાં ચાવીસે કલાક એક જ લક્ષ્ય અને આદશ રમી રહ્યો હોય છે–મનના નિરોધ, મનથી મુક્તિ, મનથી પાર ઊતરી જવાના પુરુષા` ! અરખી ભાષામાં એક સુંદર શબ્દ છે ખાના દેશ.' ખાના ખદેશ શબ્દના અર્થ છે. આખું ઘર ખંભા પર જ કાવું. ખાના' શબ્દનો અથ થાય છે મકાન. જેમ દવાખાના એટલે દવાનુ
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy