SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ ઃ લેવા પાષાણુ, ત્યાં દ્વાર સાધારણ કટિને માણસ પિતાનાં ફળની રક્ષા માટે ચારેકોર વાડ કરે છે. અનંત આકાશને થાંભલા રેકી સીમિત બનાવવા જે આ તેમને વામન પ્રયાસ હેય છે. શુદ્ર ફળના સંરક્ષણની ચિંતામાં પરમ સાધના વિરાટ ફળને તે બેઈ બેસે છે. આ ફેર માત્ર ભાવનાને લઈને જ પડે છે. આજ સુધી આ જગતમાં થએલા મહર્ષિએ, સંતે, અવતારો અને તીર્થકરે વગેરે એ જેટલાં કષ્ટ વેઠયાં છે, તેનાથી પણ વધારે કષ્ટ સામાન્ય કટિને માણસ પોતાનાં જીવન નિર્વાહ માટે ઊઠાવતે હોય છે. પરંતુ તેની બધી મહેનત વાસનામૂલક હોઈ મહેનતના પ્રમાણમાં તેને મળતું ફળ નહિવત્ હોય છે. સુદામા અને કૃષ્ણની મૈત્રીની કથા ખૂબ પ્રચલિત છે. મૈત્રીના પરમ આદર્શના પરમ શિખરને સ્પર્શનારી આ મૈત્રીની કથા સૌને માટે દીવાદાંડી રૂપ છે. કયાં ત્રણ ખંડના અધિપતિ અને હિન્દુ જગતની દષ્ટિએ પરમાત્માના પૂર્ણ અવતાર મનાતા એવા ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવ અને ક્યાં મૂઠી ભર દાણા માટે તરસતે તેમને સહાધ્યાયી ગરીબ બ્રાહ્મણ સુદામે! શ્રીકૃષ્ણના હૃદયમાં આ ગરીબ સુદામાનું અજાયબીભર્યું સ્થાન હતું એની કલ્પના પણ સામાન્ય માણસને માટે મુશ્કેલ હતી. એટલે જ જ્યારે ફાટેલ તૂટેલ પિતડી પહેરેલે, લેહી માંસ વિનાના હાડકાંના માળખા જેવો ગરીબ સુદામ, અષ્ટ સિદ્ધિ ને નવ નિદ્ધિના સ્વામી એવા શ્રીકૃષ્ણના દ્વારે આવીને ઊભો રહ્યો ત્યારે દ્વાર પરના પહેરેગીરેએ તેને પ્રવેશ આપવાની ના પાડી દીધી. આપણી ભૌતિક દષ્ટિનાં માપયેત્રે પણ ભૌતિક, એટલે જ કૃષ્ણના દરબારમાં સુદામાને પ્રવેશ પણ મુશ્કેલીભર્યો બની ગયો ! સુદામાને પહેરવેશ જ એવું હતું કે, પહેરેગીરે તેને દ્વારકાધીશને મિત્ર માની શકયા નહિ. તેમણે તેને દરવાજા પરથી હડસેલવાના પ્રયત્ન કર્યા. પરંતુ તેમણે સુદામાજીને શ્રીકૃષ્ણને મળવાને એ દઢ સંકલ્પ જો કે, આખરે તેમને મચક આપવી પડી. દ્વારપાળે અંદર જઈ શ્રીકૃષ્ણને સુદામા આવ્યાની વાત કરી. સુદામાનું નામ સાંભળતાં જ શ્રીકૃષ્ણ સુવર્ણ સિંહાસન પરથી નીચે ઊતરી ગયા અને અડવાણે પગે તેને મળવા દેડી આવ્યા. જેનારાના કુતૂહલ અને આશ્ચર્ય પાર ન રહ્યો. ખીણ અને શિખરનાં મિલન જેવી આ અશક્ય વાતનું રહસ્ય કેઈ સમજી શક્યું નહિ. શ્રીકૃષ્ણને ભેટ ધરવા ગરીબ સુદામે ચીંથરા જેવી પિટલીમાં થડા તાંદુલ બાંધીને લાવ્યું હતું. સનેહ સુધા સ્નિગ્ધ હૃદયની મૌલિક સંપત્તિના પ્રતીક સમા એ તાંદુલ, તેણે ઘણા સંકેચ સાથે ભગવાનને ભેટ ધર્યા. ભગવાને તે સૌના દેખતાં તેમાંથી મૂઠી ભરીને તાંદુલ લીધા અને અજબ મીઠાશથી ભરેલા મિષ્ટાન્ન કરતાં પણ વધારે મીઠાશને અનુભવ કરતા હોય તેમ એ તાંદુલને ખાઈ ગયા. તાંદુલમાં એ મીઠાશ શેની હતી? ભૌતિક દૃષ્ટિથી વિચારશે અથવા વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથકકરણ કરશે તે તેમાં તમને કાંઈ પણ ગ્ય કારણ મળશે નહિ. ભૌતિક દષ્ટિ કે વૈજ્ઞાનિક પ્રક્રિયાનો પ્રવેશ તે માત્ર પદાર્થો સુધી જ મર્યાદિત હોય છે. પણ તે પદાર્થોની પેલે પારના આંતરિક જગતમાં પ્રવેશની વાત તે દૂર રહી, તે જગતને સંસ્પર્શ પણ ઉપલબ્ધ નથી. કીમતની દષ્ટિએ ભલે તે તાંદુલની
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy