SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વાર શ્રી કેશીકુમાર શ્રમણ અને શ્રી ગૌતમસ્વામી દેહાધ્યાસથી મુક્ત છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનના નૈઋયિક રીતે ધણી છે. આત્મદર્શનની ઝાંખી પામી ગએલા પરમ આત્માઓ છે. એટલે ગૌતમ સ્વામીને તે સરળતાથી પૂછી શકે છે “તમે બંધનમુક્ત અને લઘુભૂત થઈ કેમ વિચારે છે ? સામાન્યતયા માણસ મેહ અને સ્નેહના સૂમ, કમળ અને મીઠાં બંધનમાં એવી રીતે તે જકડાઈ જાય છે કે તેમાંથી મુક્ત થવાનું કાર્ય તેને માટે કમળમાં બીડાઈ ગએલા, લાકડાને કેતરી શકનારા પણ મમતાના બંધનને લઈ કમળ કમળને ન છેદી શકનારા ભ્રમરની જેમ કિલષ્ટ થઈ જાય છે. શાસ્ત્રકારોએ સ્નેહ અને રાગ માટે જે નેહપાસા ભયંકરારૂપ વિધાને કર્યો છે, તે વસ્તુના સાક્ષાત્કાર રૂપ અનુભૂતિના બળે જ કર્યો છે. ખરી રીતે વિશ્વમાં કઈ પણ પ્રાણી સુખી દેખાતું નથી. દેખાતા અથવા કહેવાતા સુખની પાછળ પણ અનંત દુઃખ સમાએલું છે. જ્યારે આવી વસ્તુસ્થિતિ છે ત્યારે સંસારનાં સુખથી આકર્ષાઈ જવાનું અજ્ઞાની સિવાય કેને પાલવે ? સાંસારિક સનેહમૂલક સુખે જે વાસ્તવિક હેત તે તીર્થકરો જે સદા રાજાઓના પુત્ર હોય છે અને કઈ કઈ તે વળી તીર્થકર સાથે ચક્રવતી પણ હોય છે, તે પિતાના રાજકીય અને ચક્રીપણાની સંપત્તિને ત્યાગ કરી, ધર્મને આ ઘોરી માર્ગ શા માટે સ્વીકારતા અને પ્રવર્તાવતા હશે? પોતે પણ દુઃખી થાય અને બીજાને પણ દુખી કરવા એ તો તેમને યત્ન કદાપિ હોઈ શકે નહિ. તે પછી આપણી કલ્પનાનાં જગત, આપણી કલ્પનાનાં સુખ, સત્ય અને ધર્મથી ભિન્ન કેઈ બીજું શાશ્વત જગત, સુખ, પારમાર્થિક, સત્ય અને પરમ ધર્મ હાવાં જોઈએ કે જેની શોધ માટે તે પિતાના જીવનનું સમર્પણ સહજ રીતે કરી આપે છે. આનાં જ મૂળ કારણેની શેપમાં કેશીકુમાર શ્રમણને પ્રશ્ન છે. જે પ્રશ્ન તે જ પ્રશ્નને સ્પર્શતું પરંતુ અસ્પષ્ટ ગૌતમ સ્વામીને જવાબ છે. ते पासे सव्यसो छित्ता निहतूण उवायो । मुक्क पासो लहुब्भुओ विहरामि अहं मुणी ॥ ४१ હે મુનિ! તે બધાં બંધનેને સર્વ રીતે કાપીને, ઉપ વડે નષ્ટ કરીને હું બંધન મુક્ત-હળવે થઈને વિચરૂં છું. બંધને જ્યાં સુધી બંધનરૂપે નથી દેખાતાં ત્યાં સુધી જ મેહક અને આકર્ષક લાગે છે. બંધન અંતે બંધન છે, બેડી છે, આપણું સાર્વભૌમ સ્વાતંત્ર્યને પડાવી લેનાર પરમ દુશ્મન છે એ સત્ય જ્યારે સમજાઈ જાય છે ત્યારે બંધનમાં ફસાઈ જવાને કઈ ભય ઊભું રહેવા પામતે નથી. માછલાને ફસાવનાર કાંટા ઉપર લાગેલા આટાને કારણે માછલાં કાંટાને જોઈ શકતાં નથી. ફલતઃ તે કાંટાને ભેગ થઈ જાય છે. હે મુનિ ! માણસને લલચાવનાર સૂમ પાશને પણ જોઈ શકવાની મેં શક્તિ મેળવી છે. એટલે માણસને બંધનમાં બાંધી રાખનાર પાશમાં ફસાઈ પડવાને મારા માટે ભય રહ્યો નથી. એટલે હું આ પાશથી મુક્ત અને હળવું છું.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy