SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ : ભેદ્યા પાષાણ, ખોલ્યાં દ્વારા આગમ-શબ્દપ્રમાણુ કઈ પ્રામાણિક (આપ્ત) પુરુષના વચન આદિથી જે જ્ઞાન થાય તે આગમ અથવા શાબ્દ પ્રમાણ કહેવાય છે. દાર્શનિક ગ્રંથમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે છેઃ સપ્તકના વિમર્થનમાનમઃ | જે વસ્તુ સ્વરૂપના યથાર્થ જ્ઞાતા અને વક્તા હોય એવા આપ્ત પુરુષના વચનથી ઉત્પન્ન થનારૂં પદાર્થનું સંવેદન આગમ કહેવાય છે. વૈશેષિકેની માન્યતા છે કે, આગમ પ્રમાણ તે છે પરંતુ તે ધૂમના અનુમાનની માફક, અનુમાન પ્રમાણમાં અન્તનિવિષ્ટ છે. જેમ અનુમાન પ્રમાણ વ્યાપ્તિ ગ્રહણને બળથી અર્થનું પ્રતિપાદન કરે છે તેવી જ રીતે આગમ પ્રમાણ પણ વ્યાપ્તિના બળથી જ અર્થનું પ્રતિપાદન કરે છે. માટે તેને પૃથફ પ્રમાણ ન માનવું જોઈએ. તેમની આ માન્યતા યથાર્થ નથી. સાચાં અથવા ખોટા કાર્ષાપણ (સિકકે વિશેષ)ને નિર્ણય કરનાર પ્રત્યક્ષ જેમ અભૂસ્તરશામાં વ્યાતિગ્રહણની અપેક્ષા નથી રાખતું અને વ્યાપ્તિ ગ્રહણ વગર જ અર્થાવબોધક થાય છે તેવી જ રીતે આગમ પણ અભ્યાસ દશામાં વ્યાપ્તિ ગ્રહણની અપેક્ષા રાખતું નથી. વ્યાતિને ગ્રહણ કર્યા વગર જ અથવબોધક થઈ જાય છે. માટે અનુમાનમાં તેને અંતર્ભાવ થઈ શકતું નથી. હાં, અભ્યાસદશામાં જ્યાં વ્યાતિગ્રહણની આવશ્યકતા રહે છે ત્યાં તેને અનુમાનમાં સમાવિષ્ટ કરવામાં પણ કાંઈ વાંધો નથી. ચરિતાર્થરિકાના પૂર્વારાખવા માતા –જે પુરુષ, પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને જાણી, હિતને ઉપદેશ કરવામાં કુશળ હોય, તે આપ્તજન કહેવાય છે. ધાર્મિક ગ્રંથોમાં આવા આપ્તજનના ત્રણ વિશેષણો છે–વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી. ઉપર બતાવેલા લક્ષણોમાં આ ત્રણે વિશેષણે ઘટે છે. કારણ કે પુરુષ જ્યારે આપણી વાતને યથાર્થ જવાબ આપે છે ત્યારે તે હિતોપદેશી કહેવાય છે. આપણું પ્રશ્નના ઉત્તરના વિષયમાં જેની પરિપૂર્ણ અને અસંદિગ્ધ જાણકારી છે તેથી તે સર્વજ્ઞ પણ છે. આપણે સાથે તેને કેઈ કષાય (રાગદ્વેષ) નથી એટલે તે વીતરાગ પણ છે. જો કે આ ત્રણ વિશેષણોમાંથી છેલ્લા વિશેષણનું જ માત્ર કથન થાય તે પણ કામ ચાલી શકે છે. કારણ હિતેપદેશમાં વીતરાગ અને સર્વજ્ઞ પણ સમાઈ જાય છે. જે વીતરાગ અને સર્વજ્ઞ નથી, તે હિતોપદેશી હોઈ શકે નહિ. તાત્પર્ય એ છે કે, યથાર્થ વકતૃત્વ માટે બે વસ્તુઓની અનિવાર્ય જરૂર છે અને તે જ્ઞાન અને અકષાયતા–વીતરાગતા છે. આનું વધારે સ્પષ્ટતાથી વિવેચન કરતાં પહેલાં એટલું સમજી લેવું જરૂરી છે કે, ધર્મશામાં જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતેપદેશીની વ્યાખ્યા કરાય છે તે પૂર્ણ આખ્ત માટે છે. પરંતુ ન્યાયશાસ્ત્રમાં તે સાધારણ વાર્તાલાપ પણ આગમ શબ્દથી અભિહિત છે. એટલે ત્યાં તેને જ અનુકૂળ આ શબ્દોની વ્યાપક વ્યાખ્યા કરાય છે. ન્યાયશાસ્ત્ર અનુસાર તે “ યત્રાવર્ચવા પર તત્રાતઃ' અર્થાત્ જે માણસ દગો કરતું નથી તે માણસ આપ્ત ગણાય છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy