SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિનું મૂલ્ય શું? : ૩૨૩ સાક્ષાત્ કરુણા જ જાણે વહેતી હોય અને બહારની તથા અંદરની ગંદકીને એ જોઈ નાખતી હોય ! એ રીતે ચરાચર જગતમાં બધા ઉપકારક પદાર્થોમાં પ્રભુતા નિહાળવી કે જેથી મનમાં હલકી વાત, હલકા વિચારે અને હલકી વૃત્તિને અવકાશ જ ન રહે. શ્રી કેશીકુમાર શ્રમણ અને ગૌતમસ્વામી પણ પરમ પ્રભુતાને વરેલા પરમ આત્મા છે. એકબીજા પરત્વેની એકબીજાની દૃષ્ટિ પણ પ્રભુતા પૂર્ણ છે. તેને પડશે તેમનાં સંભારણની ભૂમિકામાં મળી આવે છે. ગૌતમસ્વામીની આજ્ઞા મેળવી શ્રી કેશીકુમાર શ્રમણ પૂછે છેઃ चाउज्जामा य जो धम्मो, जो इमो पंचसिक्खिओ। देसिओ वद्धमाणेण पासेण य महामुनी ॥ २३ अगकजपवन्नाण विसेसे किं नु कारण। धम्मे दुवि हे मेहावि ! कह विपच्चओ न ते ॥ २४ આ ચતુર્યામ ધર્મનું પ્રતિપાદન મહામુનિ પાર્શ્વનાથે કર્યું છે અને પંચશિક્ષાત્મ ધર્મનું પ્રતિપાદન મહામુનિ વર્ધમાને કર્યું છે. મેધાવિન ! બંને એક જ ઉદેશ્યવાળા છે તે આ ત્રિતા શા માટે છે ? આ બે પ્રકારના ધર્મમાં તમને સંદેહ કેમ થતું નથી? આપણું સૌનું લક્ષ્ય એક જ છે તો આપણું સાધના પદ્ધતિમાં આટલે ભેદ શાથી છે? કઈ સચેલક છે તે કઈ અલક છે. કેઈ ચાતુર્યામ સંવરધર્મને માને છે તે કોઈ પંચમહાવ્રતને. આપણી માન્યતાઓમાં આવી વિવિધતાનું રહસ્ય શું છે? તાત્પર્ય એ છે કે, પાર્શ્વનાથની ધર્મ પ્રરૂપણામાં અહિંસા સત્ય, અસ્તેય અને અપરિગ્રહને યથાગ્ય સ્થાન છે જ. એક જે બ્રહ્મચર્ય મહાવ્રત છે તેને સ્પષ્ટ પૃથક ઉલ્લેખ મળતું નથી ત્યારે મહાવીરની પરંપરામાં બ્રહ્મચર્ય મહાવ્રતને એક વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ ભિન્નતાનાં આંતરિક કારણોની જ્યાં સુધી સંશાધનપૂર્ણ સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી શિષ્યરસમુદાય સંશયગ્રસ્ત રહેવાના. એટલે તેમના પારમાર્થિક કારણે ઉપર પ્રકાશ નાખવા કેશી શ્રમણે વિનંતિ કરી છે જેને ગૌતમસ્વામી શું જવાબ આપશે તેના ભાવભેદ અવસરે– બુદ્ધિનું મૂલ્ય શું? જે વાત યથાર્થ રૂપમાં સમજાઈ જાય તે કરવા ગ્ય કશું જ અવશિષ્ટ રહેતું નથી. યથાર્થ સમજણ જ કરવા લાયક કરાવી લે છે અને ન કરવા લાયક, પાનખર ઋતુનાં પાંદડાંની માફક, પોતાની મેળે જ ખરી પડે છે. સમીચીન સમજણમાં ન કરવા લાયકને અટકાવવા માટે કશું જ કરવું પડતું નથી અને જે કર્તવ્ય અથવા કરણીય છે, તેને કરવા માટે પણ કંઈ કરવું પડતું નથી. જે કરવા લાયક છે તે થવા લાગે છે અને ન કરવા લાયક પોતાની મેળે વગર પ્રયત્ન અટકી જાય છે. યથાર્થ જ્ઞાનની આ નિષ્પત્તિ છે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy