SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુતાને સાક્ષાત્કાર : ૩૨૧ કણકણ બ્રહ્મ છે. દશ્ય જગત તે પરમાત્માનું દૃશ્ય શરીર છે અને અદશ્ય આત્મા તે પરમાત્માનું અદશ્ય જગત છે. કણકણમાં તે પ્રભુતાને નાદ ગુંજવતા નથી. કણકણમાં બ્રહ્મ છે તે નાદ જે ગુંજતે કરત તો કણ અને પ્રભુ બે વસ્તુઓ થઈ જાય અને વેદાંતને તે અદ્વૈત બ્રહ્મ સિવાય બીજું કઈ તત્ત્વ ઈષ્ટ નથી એટલે તેમની દષ્ટિમાં આખી સૃષ્ટિ પરમાત્મા છે, પરબ્રહ્મ છે. તાવિક રીતે જે આપણે વિચારીએ તે આપણું ઉપર જેમ ચૈતન્ય તના ઉપકાર છે તેમ જડ તત્તના ઉપકાર જરા પણ ઊતરતી કોટિના નથી. ખરી રીતે તે જડ તત્ત્વોને ઉપકાર સર્વાધિક છે એટલે કઈ વસ્તુને તિરસ્કાર આપણને કોઈ પણ રીતે ઇષ્ટ નથી. ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે માતા-પિતા અને ગુરુજનેમાં પ્રભુતાનાં દર્શન થશે અને આ ભાવના ક્રમિક રીતે જ્યારે પરિપુષ્ટ થતી જશે ત્યારે નાના મોટા દરેક જે આપણને આપણા સ્વરૂપ જેવા પ્રતિભાસિત થશે. ફલતા કેઈન શોષણની ભાવનામાં આપણને આપણું જ શેષણ દેખાશે. આ ભાવનાઓ જ્યારે વિકસતી જશે ત્યારે સાદા સીધા રામમાં તે પ્રભુનાં દર્શન થશે જ પરંતુ ગૂંચવણભર્યા અને અટપટા એવા રાવણમાં પણ પ્રભુતાના દર્શન થવા લાગશે. રાવણ ભલે ભેળસેળ વાળે પરમાત્મા રહ્યો પરંતુ તેની તપશ્ચર્યા અને કર્મશકિત બન્ને બહુ જબરાં હતાં. તે ઈશ્વરીય પ્રબળ અંશે હતાં. પરંતુ તેમાં ક્રૂરપણાને અસુરાંશ પણ ભળી ગયું હતું. એટલે રામમાં જેમ આપણને પ્રભુતાના દર્શન થાય છે તેમ રાવણમાં આપણને સરળતાથી પ્રભુતાના દર્શન થતાં નથી. પરંતુ એકવાર પ્રભુતાને નિહાળવાની સીમારેખા ઓળંગી ગયા, પ્રભુતાને ઓળખવાના અક્ષર શીખી ગયા, પછી રાવણમાં બ્રહ્મત્વના દર્શન પણ મુશ્કેલ નહિ લાગે. સાધુઓમાં પરમાત્માને જોયા પછી અસાધુઓમાં પરમાત્મભાવને જોતાં શીખવાનું છે. સમુદ્રમાં જે વિરાટનાં દર્શન થાય છે, તે સિંધુના બિન્દુમાં પણ છે જ, એ સત્ય ભૂલાઈ જવું ન જોઈએ. રામમાંને પરમેશ્વર રાવણમાં પણ છે. જે સ્કૂલમાં છે તે સૂફમમાં પણ છે જ. જે સહેલામાં છે તે અઘરામાં પણ છે જ. આ રીતે જગતરૂપ મહાગ્રન્થના અક્ષરે વાંચતાં આપણે શીખવાનું છે. આખું જગત એક વિશાળ વિશ્વ વિદ્યાલય છે. હાં, આંખ આગળ જાડા જાડા જે પડદા આવી જાય તે આ પુસ્તક આપણને બિડાઈ ગએલું લાગે છે તે આપણને દેખાતું નથી. ઇશ્વરીય દર્શનમાં જે મેટું કેઈ આવરણ દેય તે તે એ કે, માણસને સદા પાસે રહેલું સાદું સીધું ઈશ્વરનું સ્વરૂપ પણ ગળે ઊતરતું નથી. કેઈ કહે કે માતા પિતાના સ્વરૂપમાં રહેલી પ્રભુતાને જુઓ ત્યારે અત્યંત નિકટતા અને આત્મીયતાનાં કારણે પાસે રહેલામાં પ્રભુતા દેખાતી નથી. મન બળ કરે છે અને કહે છે શું પ્રભુતા આટલી સરળ છે ? મહાભારતને ઉલ્લેખ છે કે કર્ણ કુંતીને કૌમાર્યાવસ્થાન, સૂર્યના સમાગમથી જન્મેલે, પુત્ર છે. ખરી રીતે તે પણ પાંડેને ભાઈ જ છે. માત્ર કુંતીની કૌમાર્યાવસ્થામાં તે જન્મેલે હોવાને કારણે એક પેટીમાં મૂકી, પેટી બંધ કરી, તેને પાણીમાં વહેવડાવી દીધેલ. એક સારથિએ તેનું
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy