SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ હું અને મારાપણું : ૧૫ મારી ઈચ્છા કે મારી સ્વીકૃતિ ઉપર આધારિત નથી. જ્યારે હું મને પિતાને જોઉં છું ત્યારે જન્મેલો જોઉં છું. જે જન્મ મારી ઈચ્છા વગરને છે તેને મારો જન્મ કહીને સંબંધ એ પણ એક બાલિશતા સિવાય બીજું શું છે? જેમ જન્મના સંબંધમાં આપણે જોયું તેમ મૃત્યુના સંબંધમાં પણ સમજવું જોઈએ. મારા મૃત્યુને સંબંધ મારી સાથે હોવા છતાં જ્યારે પણ મારું મૃત્યુ આવશે ત્યારે મને પૂછીને નહિ આવે. મારા અભિપ્રાયને જાણવાની દરકાર પણ તે નહિ દાખવે. મારી મરવાની ઈચ્છા છે કે નહિ, તે જાણવાને પણ તે પ્રયત્ન નહિ કરે. કેઈપણ જાતની સૂચના આપ્યા વિના જ પિતાની મરજી પડશે ત્યારે દરવાજા ઉપર આવીને ઊભું રહી જશે. જે મૃત્યુ ઉપર મારી આંશિક પણ સત્તા નથી, તે મૃત્યુને મારા મૃત્યુ તરીકે ઓળખાવવામાં હું એક પ્રકારની મૂર્ખતા જોઉં છું. મારી મરજી વગરને જન્મ જેમ મારે જન્મ નથી, તેમ મારી મરજી વગરનું મૃત્યુ પણ મારું મૃત્યુ કેમ હોઈ શકે ? જન્મ-મરણની વાતને બાજુએ મૂકીએ, તે પણ જીવનમાં એવી ઘણી વાત છે, કે જેને વશવતી થઈ આપણે એમ માનતા થઈ જઈએ છીએ કે, આ બધું અમારું છે. પરંતુ હકીકતે તે જમણું છે. ખરેખર તે પરવશતા છે, તે નિયતિ છે. આપણે નિરર્થક કર્તવ્યનું અભિમાન કરીએ છીએ. ભૂખ લાગે છે. ઊંઘ આવે છે. સવાર થતાં નીંદ ઊડી જાય છે. રાત્રિ થતાં આંખ નીંદથી ઘેરાવા લાગે છે, જન્મીએ છીએ, કિશોરાવસ્થા આવે છે, પરંતુ કેઈ પણ સ્થિતિની કેઈપણ અવસ્થા આપણને કદી પૂછતી નથી કે પિતે કયારે આવશે અને કયારે ચાલી જશે! તે કશે જ વિચાર વિનિમય આપણી સાથે કરતી નથી કે નથી આપણને તે બાબતની કઈ સૂચના આપતી! યુવાની આવે છે, ચાલી જાય છે ને વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહે છે. આ બધું થાય છે તેમાં કઈ આપણી સલાહ લેતું નથી, મૃત્યુ આપણી સામે આવીને ઊભું રહે અને તેને ક્ષણભર રોકાઈ જવા આપણે ભૂલથી પણ જે સૂચન કરીએ, તે તેને પણ અમલ થતું નથી. આપણી ઇચ્છા પ્રમાણે કશું જ થતું ન હોવા છતાં, આપણે કહેતાં હોઈએ છીએ કે “હું યુવાન છું, હું કર્તવમૂલક આ અહંના વિસર્જન માટે, ઇશાવાસ્યોપનિષદમાં એક સુંદર સૂતિ છે, જે માણસના કર્તુત્વને વિવેકપૂર્વક સંકેલી લેવામાં સહાય આપે છે – સાવામિ સર્વ ચ કિં જ ત્યાં | .... तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्यस्विद्धनम् ।। વિશ્વમાં જે કંઈ સ્થાવર-જંગમ જગત છે તે ઈશ્વર વડે આચ્છાદિત છે. તેના પર પરમા સિવાય બીજા કેઈની માલિકી નથી. આવા ત્યાગભાવથી જ તું તારું પાલન કર. કેમકે જે ત્યાગે છે, તે જ ભેગવી શકે છે. કેઈનાં પણ ધનની ઈચ્છા ન રાખ.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy