SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિક્ષણ-સત્યં-શિવમસુંદરમ બનાવવા, આગળ ગતિ કરવા જે પ્રયત્ન કરશે તેના જીવનમાં અપાર આનંદ ઊભરાશે અને પાર વગરની પવિત્રતા આવશે.” આ આનંદ, આ પવિત્રતા–નિર્જરા થવાના માર્ગને પ્રકાશીત કરશે એમ સમજવામાં પણ અહાહ ! કેટલે બધે ઉલલાસ આવે છે! તેવી જ પ્રફુલ્લતા વાણની પ્રભુતા સમજવામાં છે. પૂ. મહારાજસાહેબે યથાર્થ રીતે કહ્યું છે કે, “આપણે તે વાણી અને મનમાં કંઈ સંગ નથી. આપણે તે વિચારતા કંઈક હેઈએ કહેવા કંઈક માંગીએ, અને નીકળી જાય કંઈક.મન અને વાણીને તાલ મેળ નથી...આપણને તે સદા ભય રહે છે કે આપણું શુદ્ધ મન, સાચું મન, જે વાણીના માધ્યમથી પ્રકટ થઈ જશે તે આખી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જશે.” કેટલે બધે ઔદાર્યભર્યો આ વાણીને ઘટસ્ફોટ છે ! પામર મુમુક્ષુ જીવો માટે આ ગ્રંથ આવી જ અમૃતમય પ્રસાદી છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ–પ્રતિવર્ષ મુમુક્ષુ છે માટે સતેજ કરનાર આ મહા પર્વ, જેની આરાધના મંગલરુપ છે. બાર મહિનાના આત્મિક સમૃદ્ધિના નફાટાના હિસાબને આ સમય છે. આંતર નિરીક્ષણ અને પરીક્ષણ માટેનું અપૂર્વ પર્વ-આત્મ શુદ્ધિનું આ પર્વ–પયું પણ મહાપર્વ–આત્માની સમીપતામાં પહોંચી, આંતરિક અનંત સૌંદર્ય અને અમૃત્વની ઉપલબ્ધિમાં સહાય કરતું આ અનુપમ પર્વ—એની મહત્તાની વાત, પર્યુષણ માટેના ખંડમાં, ચિત્તની શાંતિ પ્રેરે એવી અમૃતમય વાણીમાં પ્રાપ્ત થાય છે. મનની ગતિ સરખી રીતે વળશે તે જ આત્માનું દર્શન થઈ શકશે. વાનર જેમ છલાંગ મારતા ચંચળ મનને નિયંત્રિત કરી, આત્માની સાથે આત્મસાત કરવા માટે પુરુષાર્થની પ્રેરણા આપનાર આ પાવનકારી મહાપર્વની મહત્તા અને ઉપગિતાની સમજણ, મુમુક્ષુ જીવની પ્રગતિ માટેનું અગત્યનું પાન છે તે હકીકત નિર્વિવાદ છે, અને તેથી પૂ. મહારાજસાહેઓ પર્યુષણ પર્વના આઠેય દિવસ પ્રબોધેલા વ્યાખ્યાનો અતિ મનનીય, અતિ પઠનીય છે, અતિ મંગલકારી છે. અમરતાને રાજમાર્ગ અનન્ય છે. જીવને તે મૃત્યુને ડર છે અને છતાંય નિર્ણિત સમયે મૃત્યુ આવે ત્યારે તેમાંથી કોઈ છટકી શકતું નથી. નિર્મોહી નગરીના રાજા નિર્મોહીના પુત્ર શ્યામનું દૃષ્ટાંત આપી પૂ. મહારાજ સાહેબે સંસારના જીવે ઉપર ઘણું મેટી કૃપા કરી છે. શ્યામને કેસરી સિંહે ભાગ લીધે. ઋષિ મુનિ પિતાનું તપ છોડી, તેના ખબર રાજ્ય દરબારમાં શ્યામના પત્ની, માતા અને પિતાને આપવા ગયા અને સૌએ સદ્ભૂત ઉદાસીન ભાવે એ ખબર સાંભળી પિતાના પ્રતિભાવ જણાવ્યા. જવાબ તે શ્યામના પિતા રાજા નિર્મોહીએ, નિર્મોહ ભાવે આપે અને કહ્યું કે, “અરે ઋષિ, મારે દીકરે મરી ગયે એમાં તારે તપશ્ચર્યા છેડી આટલી દોડધામ શા માટે કરવી પડી ? આ જગત ધર્મશાળા છે. મુસાફરો રાતના આવે છે, વિસામે લે છે, સવાર થતાં ચાલ્યા જાય છે. એને હર્ષ શેક શે?”- આ રાજનને જવાબ એટલે તેના નામને યથાર્થ ઠરાવે તેટલે જ મુમુક્ષુ જીવ માટે બેધકર છે, અને ધર્મશાળામાંથી ચાલ્યા જવા માટે કાળ આવી પહોંચે તે પહેલાં તેને સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવાને તેને અવલ નંબરને ધર્મ છે, તે કેટલું ભવ્ય રીતે સુચિત
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy