SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુતિના ભયસ્થાના ઃ ૧૩૫ તે ભાગીઓની દૃષ્ટિમાં દુઃખનું ભારોભાર અદન છે. આ એકાંત સૃષ્ટિમાં આંશિક સત્યા હોવા છતાં પરસ્પર નિરપેક્ષ હાવાને કારણે, આંશિક સત્યે પણ અસત્યમૂલક બની જાય છે. કોઇ કહે કે, માત્ર જન્મ જ છે–તા તે અભિપ્રાય અસત્ય થઇ જાય છે. કારણ કે દરેક જન્મ સાથે મૃત્યુ જોડાએલું જ છે. કોઇ કહે કે મૃત્યુ જ છે–તા તે પણ અસત્ય બની જાય છે. કારણ કે પ્રાયઃ દરેક મૃત્યુની સાથે જન્મ સંકળાયેલા છે. સુખદુઃખની પણ આ જ વ્યવસ્થા છે. આ વસ્તુને જરા ગભીરતાથી વિચારીએ અને તેની ગહનતામાં પ્રવેશીએ તે આપણને લાગશે કે દરેક સુખ સાથે દુઃખ અને દરેક દુ:ખ સાથે સુખ અનિવાય રીતે જોડાએલાં છે. આ દ્વંદ્ર જ સંસાર છે. એટલે જ્યારે વધારે ગહનતા અને ઊંડાણુમાં જવાના અવસર મળે છે ત્યારે આપણે સમજી શકતાં નથી કે દુઃખ કયારે સુખમાં પરિર્તિત થઇ જાય છે અને સુખ કયારે દુ:ખમાં ફેરવાઇ જાય છે. એક ક્ષણ પહેલાં જે સુખકર પ્રતીત ક્રાય છે, પરિસ્થિતિ બદલાતાં તે દુઃખરૂપ બની જાય છે. દુઃખરૂપ જણાતી વસ્તુઓ સજોગો પરિતિત થતાં, સુખમાં ફેરવાઇ જાય છે. સુખ અને દુઃખ આકાશમાં છવાએલાં વાદળાં જેવાં છે, જે આવે છે અને જાય છે. છતાં સુખ અને દુઃખ બેઉ સત્ય છે. એટલે જ્યારે માણસ દુઃખના પ્રસંગેામાં પણ અનુકૂળતા અથવા પ્રસન્નતાને અનુભવ કરે અને સુખના પ્રસ ંગેામાં પણ સુખ અને આનંદના અનુભવ કરે, ત્યારે જ તે કહી શકે કે દુઃખ પણ મને સ્વીકાર્યાં છે, તેમાં હું રાજી છું; સુખપણ મને મંજુર છે, તેમાં હું ખુશી છું. જે ક્ષણે એવી સમજ ઊભી થશે કે આજનું દુઃખ છે તે આવતી કાલનું સુખ છે અને આજના સુખમાં આવતી ક્ષણેાનું દુઃખ સમાએલ છે પછી તે દુઃખમાં ગભરાશે નહિ અને સુખમાં અભિમાન કરશે નહિ. તે સમજશે કે જીવનમાં સુખ અને દુઃખ બંનેનું સમાન સ્થાન છે. જીવનમાં મને આવે છે, અને આવીને ચાલ્યાં જાય છે. માટે બંનેના સત્કારમાં જ દુઃખાતીત થઇ જવાની ચાવી છે. આવી અવસ્થા જ પરમ આનંદની અવસ્થા છે. સમજણુને જ્યારે આવી અવસ્થા પ્રાપ્ત થશે ત્યારે જ સચ્ચિદાનંદ જે આત્માનું સ્વરૂપ છે અને તેમાં જે આનંદ ગુણુ છે તે સાળે કળાએ ખીલી ઊઠશે. જ્યાં સુધી દ્વન્દ્વાતીત ન થઈએ ત્યાં સુધી સુખ દુઃખ મિશ્રિત સંસારની વિચિત્રતાના અવનવાં દા આપણી સમક્ષ ઊભાં થતાં જ રહેવાનાં. આ જગત નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ છે. આ ચાર ગતિઓમાં સંસારી જગત સમાઈ જાય છે. એક એવી પણ ગતિ છે કે જ્યાં ગયા પછી પાછા આવવાનુ રહેતુ જ નથી અને તે છે સિદ્ધ ગતિ. સહુથી ક્ષુદ્ર સ્થિતિ અને જ્ઞાનની અત્યક્ષતા નિગાનની સ્થિતિમાં છે. નિગેાદ એ પણ તિયંચગતિના જ જીવા છે. સહુથી અવિકસિત જીવની આ દશા છે. નિાદના જીવા, એક સ્વસ્થ માણુસ એક શ્વાસેાશ્ર્વાસ લે એટલા જ સમયમાં સાડાસત્તર વખત જન્મ મરણ કરે છે,
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy