SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આઝાદીની આહલેક : ૧૦ છે. અમારે ત્યાં આવા અસાધારણ અને કેત્તર સાહિત્યનું સર્જન થયું એ અમારું સદ્ભાગ્ય છે. પરંતુ તે સાથે અમારું દુર્ભાગ્ય પણ છે કે, એવા સાહિત્યની, એવા કીમતી શાસ્ત્રોની, અમારા જીવન સાથે કશી જ સંગતિ નથી. અમારા જીવનનું આંતરિક ઘેરણ તમે માને છે તેટલું ઉચ્ચ નથી. આ અમારી એક દુઃખદ અને કરુણ કમનસીબી છે.” બંધુઓ ! દરેક રાષ્ટ્ર પોતાના દેશના સ્વાતંત્ર્ય રક્ષણ માટે પિતાનું બલિદાન આપવા તત્પર હોય છે, એટલે સ્વાધીનતાનું રક્ષણ સદા માથા સાટે હોય છે. જે આટલી શકિત અને આંતરિક હિંમત પ્રજામાં ન હોય તે સ્વતંત્રતા સુરક્ષિત કેમ રહી શકે? આ સંબંધમાં જાપાનને એક નાનકડો દાખલે સમજવા માટે ભારે રસપ્રદ થઈ રહેશે. તદનુસાર– સને ૧૯૦૫ની આ વાત છે. રશિયાનું જાપાન સાથે યુદ્ધ ચાલતું હતું. એક જંગલમાં જાપાની સૈનિકોની સંખ્યા માત્ર ૫૦ની હતી અને રશિયન યુદ્ધ સૈનિકે સંખ્યામાં ૨૫૦ હતા. જાપાનીઓની દેશદાઝ તે જાણીતી છે. તેમણે રશિયન સૈનિકોને, મોટા સમુદાયમાં હોવા છતાં, ઘેરી લીધા. જાપાની સૈનિકોની સંખ્યા નાની હતી અને તેમાંથી ઝપાઝપીમાં ૪૮ સૈનિકે તે ત્યાં જ ખપી ગયા. માત્ર બેજ સૈનિકે બચ્ચા જેમના નામ એક અને યુત્સ હતા. એક પણ બચી ન શકે. રશિયનને તે કેદી બન્યું. ઓક રશિયન સૈનિકેના હાથમાં સપડાય તે પૂર્વે જ તેણે પોતાના સાથી યુત્સના હાથમાં રશિયન ઝડે આપ્યું અને અંતિમ સંદેશ મોકલાવ્યું કે મારા જીવનની કશી જ સલામતી નથી. જીવન-મરણના સંઘર્ષ વચ્ચે હું અટવાએલો છું. ઈશ્વરની શી ઈચ્છા હશે તે તે ઈશ્વર જ જાણે, પરંતુ મારે માટે બચવાના સંગે નહિવત્ છે. આ ઝડો મારી પત્નીને આપજે અને કહેજે કે, કે તારે માટે આ ઝંડે મેકલેલ છે. આટલાથી તે પરમાર્થ પામી જશે.” યુટ્સ દેડી પિતાના સેનાપતિ પાસે આવ્યા અને બેઃ “સાહેબ ! એક તે કેદ પકડાઈ ગયું છે. રશિયનેના હાથમાં ઝડપાઈ ગયું છે પરંતુ તેણે આ રશિયન ઝુંડે મને આપે છે અને પિતાની પત્નીને તે પહોંચાડવાની ઈચ્છા જાહેર કરતે ગમે છે.” સેનાપતિ પરમાર્થને પામી ગયા. તે એકની બહાદુરી અને સ્વદેશાભિમાનથી પરિચિત હતા. રશિયન ઝેડે પહોંચાડવાની પાછળ તેની માનસિક ભૂમિકા તે સમજી ગયા. અને તેમણે તે ઝંડે તેની પત્ની પાસે પહોંચાડી દીધે. આ બાજુ પકડાઈ ગએલા જાપાની સૈનિક એકને રશિયન સેનાપતિની સામે ઊભે કરવામાં આવ્યું. યુદ્ધમાં એકબીજા તરફની નફરત એ અનિવાર્ય શરત છે. તે વગર યુદ્ધ સંભવિત નથી. એટલે જ જર્મની સાથેના યુદ્ધમાં રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્યાં સુધી તમારા હૃદયમાં જર્મન પ્રજા તરફ તીવ ધિક્કારની લાગણી પેદા નહિ થાય ત્યાં સુધી તમે
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy