SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યોતિર્ધર ગતિમ : ૮૩ અટકાવે છે. એટલે આપણે માટે ધર્મ જ ધ્રુવ તારક છે. આપણું જીવનને સંરક્ષક અને સંવર્ધક પણ ધર્મ જ છે. ધર્મ સિવાય આપણે માટે કઈ બીજે તરણે પાય નથી. એટલે જ સ્મૃતિઓ લે છે – ___धर्म व हतो हन्ति, धर्मो रक्षति रक्षितः । तस्मात् धर्मों न हन्तव्यो मा नो धर्मो हतोऽवधीत् ॥ જે માણસ ધર્મને નાશ કરે છે, તેને ધર્મ નાશ કરે છે. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ તેની રક્ષા કરે છે. આ રીતે ધર્મને નાશ કરવાથી આપણે નાશ થશે એમ સમજી ધર્મને નાશ ન કરે. ધર્મની આટલી વાત એટલા માટે કહેવામાં આવી છે કે, ગૌતમનું જીવન ધર્મના રંગે રંગાએલું તેમજ ભગવાન મહાવીરના ચરણોમાં સંપૂર્ણ સમર્પિત થએલું હતું. તેમને આ દિવ્ય સમૃદ્ધિ અને લબ્ધિ કેમ ઉપલબ્ધ થઈ, તે કેણ હતા અને શું થઈ ગયા, આ બધાને ઇતિહાસ ભારે રસપ્રદ અને જાણવા જેવો છે. ભગવાન મહાવીરની સાધનાને બાર વર્ષ પૂરાં થઈ તેરમાં વર્ષના પ્રારંભ થયે હતે. વૈશાખ સુદ ૧૦ને શુભ દિવસ હતો. ભગવાન સઘન અલવૃક્ષની નીચે ગાદેહિકા આસનથી કાઉસગ્ન દયાને બેઠા હતા. જભિય ગામની નજીકમાં, જુવાલિકા નદીના ઉત્તરતટ ઉપર, આત્મમંથનની ચરમ સીમાએ પહોંચી જતાં તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન મધ્યમ પાવાપુરીથી વિહાર કરી ભિયગામ તરફ જતા હતા, ત્યારે મધ્યમ પાવાપુરીમાં સેમિલ નામના એક વૈભવસમૃદ્ધિથી સંપન્ન વ્યકિતએ એક અજોડ યજ્ઞનું આયોજન કર્યું હતું. તે યજ્ઞની નિર્વિઘે વિધિપૂર્વક પૂર્ણાહૂતિ કરવા માટે, ભારતભરના નામાંકિત, ક્રિયાકાંડમાં નિષ્ણાત, પ્રકાંડ વિદ્વાને બોલાવવામાં આવ્યા હતા. તેમાંથી ઈન્દ્રભૂતિ પ્રમુખ વિદ્વાન હતા. તેઓ વેદ, વેદાંગ, પુરાણ, સ્મૃતિ, તેમજ શ્રુતિએના પરમજ્ઞાતા હતા. ચૌદ વિદ્યાઓમાં તેઓ પારંગત હતા. તેમની સાથે તેમની પ્રતિભાને ઉપસાવનાર તેમના પાંચસે શિષ્ય હતા. શ્રી ઈન્દ્રભૂતિ મગધ જનપદના ગોબર ગ્રામના નિવાસી હતા અને ગોતમ ગોત્રીય હતા. પિતાના નિર્મળ કેવળ જ્ઞાન અને દર્શનથી ત્રણે લોકને હસ્તામલકવતું સાક્ષાત કરનારા એવા ભગવાન મહાવીર, મધ્યમ પાવાપુરીનું આ યજ્ઞનું આયેાજન લકત્તર લાભનું કારણ છે એમ પિતાની પારદશી પ્રજ્ઞાથી જાણતા હતા. તેમણે જોયું કે, પ્રજ્ઞાના પરમ શિખરને સ્પર્શેલા વિદ્વાનેના જીવન પારવર્તનને આ કીમતી સંગ છે. આ વિદ્વાનેને સામાન્ય સંકેત કે ઈશારાની જ માત્ર જરૂર છે. તે મળી જતાં સત્વર જ્ઞાનને દિવ્ય પ્રકાશ તેમને લાધી જશે અને તેનાથી તેઓ જાતે, અને તેમનાં નિમિત્તથી બીજા હજારે ભવ્ય આત્માઓ, પરમસત્યના પરમ માર્ગે ચાલવા પ્રેરિત થશે.
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy