SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ * સંપાદકની કલમે જ જીવમાત્ર સુખને ઝંખે છે, ઈચ્છે છે. સુખ મળે તે રાજી થાય છે. દુઃખ આવે તે દુઃખી થાય છે. સામાન્ય દેખાતા ભૌતિક સુખે જે શાશ્વતા નથી, તેવા સુના સ્પર્શમાત્રથી જ થઈ જનારાને ખબર નથી, કે આ સુખ તે જવાના છે. હાં....! સુખ જોઈએ તે વાત સાચી પણ સાચું સુખ તો તે જ કે, જે કાયમી રહે છે. અને કાયમ માટે સુખની સ્થિરતા મેક્ષ સિવાય ક્યાંય નથી. આપણે આત્માનું ઉત્થાન પૂર્ણતાએ કરવું હોય તો મેક્ષ સિવાય છૂટકો જ નથી. એવા મેક્ષમાં જવા માટે, આત્મઉત્થાન માટે, એના મૂળમાં શું જોઈએ? આત્માનું ઉત્થાન વર્તમાનમાં કઈ રીતે સરળતાથી શક્ય બને તે માટે પરમપકારી, પરમ હિતકારી, અમારા પરમ ગુરુદેવ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી ગણિવર્યશ્રીએ અનેક આગામે-ગ્રન્થનું અધ્યયન કરીને તેના ઉપર કલાકોના કલાકે, વર્ષોના વર્ષો સુધી ચિંતન કર્યું અને તેમાંથી અનુભવ સિદ્ધ નિચેડને પામ્યા તેને શબ્દસ્થ કર્યો. વારંવાર પરિશીલના દ્વારા એ પદાર્થોને હૃદયસ્થ કર્યા એટલું જ નહિં સ્વના ચિંતન સાથે પરને પણ ઉપકારક બને તે માટે પ્રકાશિત કર્યો. અને એ પ્રકાશન દ્વારા આરાધક સાધક આત્માઓ માર્ગદર્શન મેળવીને કલ્યાણની કેડી ઉપર આગળ વધ્યા. ફક્ત જેને જ નહિ, અજેને પણ કંઈક આત્માનુભૂતિ મેળવ્યાને આનંદ પામીને તૃપ્ત થયા-થઈ રહ્યા છે. ઘણાં સમયથી કેટલાક ભાવિકો તરફથી મળતા સૂચન અને અંતરના આ ચિતને પ્રત્યેના ખેંચાણુથી થતું કે આ બધા પુસ્તકો તથા ચિંતને, પત્રોને ચાર મોટા વેલ્યુમ તરીકે પ્રકાશિત કરીને જેન જગતને એક પ્રેકટીકલ સમ્યગ્ન જીવન જીવવાની ચાવી અપાય તે સારું. તેમાં સુશ્રાવક હીંમતભાઈની અંતરની લાગણીથી અને અન્ય ભાવિકના સહકારથી નવકારના પુસ્તકઅન્ય લખાણે એકત્ર કરી પૂજ્યશ્રીના નવકારના એક અનેરા ખજાનારૂપે લોક્યદીપક મહામત્રાધિરાજના નામે સંપાદન કરીને પ્રકાશિત કર્યું. બીજુ વોલ્યુમ–આત્મા–મિથ્યાદિભાવ-ધ્યાન-સમ્યગ્દર્શન વિગેરે ૧૪ વિભાગ પાડીને “આત્મઉત્થાનો પાયોના નામે તૈયાર કર્યું. અને તે આજે પ્રકાશિત થઈને ભાવિકને પૂજ્યશ્રીના નજરાણારૂપે મળી રહ્યું છે. તે હવે પછી ત્રીજા યુિમરૂપે પૂજ્યશ્રીના બધા જ પત્રોને એક વોલ્યુમમાં સમાવિષ્ટ કરવાના મનોરથ છે. અને ચોથા વોલ્યુમ રૂપે બાકીના લેખે તથા પૂજ્યપાદૃ અમારા ગુરુ મહારાજ પૂજ્ય શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીના વ્યાખ્યાને લખ્યા છે, તે વ્યાખ્યાનને પ્રકટ કરવા,
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy