SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૨ આત્મ-ઉત્થાનને પાયો ખરી હકીકત એ છે કે આ રીતે રોદણા રડનારે સિદ્ધિના ક્ષેત્રથી બહુ દૂર છે ત્યાં સુધી પહોંચવા માટેનું બળ અજમાવવાનું સામર્થ્ય તેનામાં છે નહિ અને જ્યાં સુધી ઉક્ત પ્રકારનાં રોદણ એ રેતે રહેશે, ત્યાં સુધી તે સામર્થ્ય પ્રગટ થવાનું પણ નથી. દરેક માણસમાં એવું કંઈક છે. જે બીજામાં નથી. માણસ ભિન્ન છે, એને અર્થ જ એ કે તે બીજા કરતાં કંઈક જુદી સ્થિતિ અને શક્તિ ધરાવે છે. પોતાની ભિન્નતા ઓળખી લેવી અને પોતાનું સાચું કામ શોધી કાઢી, સંગને તે દિશામાં વાળવા પ્રયત્ન કરે. એમાં જ પુરુષાર્થ છે. આપણે બીજા બધા કરતાં કંઈક જુદી જ સ્થિતિમાં જન્મ્યા છીએ, એટલે સંગે પણ આપણી સામે જુદી જ સ્થિતિમાં ઊભા રહેવાના. કારણ કે સગની પ્રાપ્તિમાં દેવ પણ કારણ છે. દૈવ-ગે પ્રાપ્ત થએલી પોતાની સ્થિતિમાં ઉણપ જોઈને નિરાશ ન થતા, મનુષ્ય તેમાં રહેલી વિશિષ્ટતા શોધી કાઢવી જોઈએ. અને જે સંગે આપ મેળે મળ્યા છે, તેને સારામાં સારે સદુપયેગ કરી લેવો જોઈએ. જે મળ્યું છે તે અપૂરતું છે-એમ માની, ભાગ્યને દેષ દઈ રાદણાં રડ્યાં કરતાં તેમાં જ સર્વ શક્તિ ખચ સિદ્ધિને માટે મથવું જોઈએ. મળેલા ભાગ્યને વખાણવામાં અને તેને સદુપગ કરી લેવામાં જ ખરે પુરુષાર્થ અને સાબુદ્ધિ છે. નહિ કે નિંદવામાં અને પિતાની અશક્તિને છેટે બચાવ કરવામાં. એમ કરવું એ તે એક પ્રકારની આત્મ–વંચના છે. સારા સંયોગોની રાહ જોઈને માત્ર બેસી રહેવામાં જીવનની બરબાદી છે. દઢ નિઘોર દ્વારા સંગ પર સવાર થઈ શકનાર જ જીવનમાં સંગીન–સફળતા સાધી શકે છે. પાંચ પ્રાણેનું સ્વરૂપ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન એ પાંચ માણે છેપ્રાનું સ્થાન હાય, અપાનનું સ્થાન ગુદા, વ્યાનનું સ્થાન સર્વ શરીર, ઉડાનનું સ્થાન કંઠ અને સમાનનું સ્થાન નાભિ છે. નાગ, કૂર્મ, કુકર, દેવાન અને ધનંજય એ પાંચ ગૌણ પ્રાણ છે. અને દેહની અમુક અમુક ચેષ્ટા પ્રસંગે પ્રગટ થાય છે. ઓડકાર વખતે નાગની કળા જાગે છે. અને તે પઠના છેડામાં રહેલી કુંડલિની શક્તિને વળગી રહેલો હોય છે. કર્મ નામને પ્રાણ આંને ઉઘાડવાને વ્યાપાર કરે છે, તેનું સ્થાન મૂલાધાર છે. કુકર પ્રાણને વ્યાપાર ક્ષુધાને ઉત્પન્ન કરે છે, તેનું સ્થાન શરીરના બધા સાંધાઓમાં છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy