SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ અહંકારને મિથ્યાભાવ જાય છે. જે બાળથી છૂટવા માટે સત્ય-ઈચ્છાઓ થવી જોઈએ. તે વિના કાયમી શાન્તિ, સમાધાન કે આનંદ પ્રાપ્ત થવા દુર્લભ છે. ઈરછા શક્તિનું ખરૂં રહસ્ય, માત્ર ઈચ્છાઓ કરવામાં નથી, કિન્તુ ગ્ય-ઈરછાએ કરવામાં અને અંતે ઈચ્છાઓથી રહિત બનવામાં રહેલું છે. ઇચ્છવા જેવું છે સ્વનું તેમજ પરનું કલ્યાણ. તે સિવાયની ઇચ્છાઓ લોખંડની બેડીઓ જેવી છે. એ આત્માને કઠિન-કર્મોના બંધન વડે જકડનારી અને પરાધીનતા વધારનારી છે. આપણી ઈચ્છા શક્તિને, પરમ-શક્તિના અંગભૂત બનાવીને, આપણે પરમાત્મ શાસનના એક જીવંત ઘટકરૂપ બની શકીશું, તે જ ઊભા-વગડે ઉગી નીકળતા ઘાસ જેવી ઈચ્છાઓથી મુક્ત થઈને અંતે ઈચછા-રહિત બની શકીશુ ! - 1 અહંકારનો મિથ્યાભાવ આત્મોન્નતિની ગતિમાં હું પણું” એક મેટી રૂકાવટ છે. માણસ કંઈક અજ્ઞાનમાં અને કંઈક ભેળપણમાં માને છે-હું કરું છું ! હું કમાઉ છું ! હું ઉગાડું છું ! હું ચલાવું છું ! હું બનાવું છું. હું જ બધું કરૂં છું ! આ બધા અર્ધ સત્ય છે. માણસ એકલે કશું જ કરતે હેતું નથી. પરંતુ એના દ્વારા એ બધું થતું હોય છે. વિશ્વના અબાધિત નિયમે વ્યક્તિ દ્વારા પ્રગટ થતા હોય છે. પરંતુ પિતામાં રહેલી શક્તિઓને પિતાની માની લઈને મનુષ્ય, કર્તાપણને અહં સેવતે હેય છે. માણસ અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે ચાલવાથી કમાય છે, કુદરતી તત્ત્વોના આધારે પેદા થનારી વનસ્પતિ માટેના સો રચી, તે તેને ઉગાડવાને અહંકાર એવી શકે છે. વસ્તુઓ પ્રકૃતિગત (કર્મનું અબાધિત-ગણિત) નિયમથી ચાલતી હોય છે, છતાં તે તેને ચાલક બની બેસે છે, બધું ય કુદરતનું લઈને પિતે માત્ર નિમિત્ત બનતે હોવા છતાં, તે કર્તાપણું છોડતું નથી. કુહાડે પિતાને લાકડાં ફાડનાર માની બેસે, તેના જેવી જ આ વાત થઈ ! આ કર્તાપણાની અને અહંપણાની ભૂલ આપણને ડગલે ને પગલે આડી આવે છે. મૂર્ખ ઘેડેસવાર જેમ ભારનું પોટલું માથા પર લઈ મફતને ભાર ઉપાડે છે, તેમ આપણે દુનિયાને ભાર, મફતને વહીએ છીએ. જગતમાં બધું પિતાની રીતે જ બનતું હોય છે, આપણા વગર કંઈ પણ અટકી પડતું નથી. આપણે નહિ તે આપણા જેવું અન્ય કેઈ સાધન પામીને જગત ચાલે જ જવાનું છે ! તે પછી અહપણાને આ ભાર શા માટે ?
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy