SearchBrowseAboutContactDonate
Page Preview
Page 709
Loading...
Download File
Download File
Page Text
________________ ચમકારનું વિજ્ઞાન ૬૭૨ પુદગલની ગંધ અતિ તીવ્ર હોવાથી આપણી ઘાણેન્દ્રિય તેને પકડી શકતી નથી. એટલે એમ ન કહી શકાય કે-અંધકાર એ પુદગલ નથી. કારણ કે એની ગંધ આપણે ગ્રહણ કરી શક્તા નથી. જૈનદર્શન, સર્વજ્ઞનું દર્શન છે. એટલે તેમાં પ્રકાશિત થએલા જડના સ્વભાવ અને ગુણધર્મો તથા જીવના સ્વભાવ અને ગુણધર્મો, સર્વ–કાળમાં યથાતથ્ય અને અબાધિત રહ્યા છે, રહે છે તેમજ રહેવાના છે! ચમત્કારનું વિજ્ઞાન બ્રાઝિલના જંગલમાં આવેલાં કેટલાંક સરોવરનાં પાણી પીવાથી ત્યાંના વતની એને ટાઢીયો તાવ ઉતરી જતો હતો. એટલે તેઓ આવા સરોવરને ચમત્કારિક માનવા લાગ્યા હતા, સ્મશાનામાં કેટલીક વાર રાતે ભડકા દેખાય છે અને લોકો તેને ભૂતને ચમત્કાર માની લે છે. જેનાં કારણે દેખાતા નથી અથવા કલ્પી શકાતાં નથી, એવા બનાવને ચમત્કાર કહે છે.. કાળાંતરે કાળજી ભરી તપાસને અંતે સમજાયું કે ઉપરોક્ત સરોવરને કાંઠે ઉગેલાં કવીનાઈનના વૃક્ષોના સંપર્કથી પાણીમાં એની ઔષધિ મિશ્ર થતી હતી અને તેવા પાણીની અસરથી તાવ જતો રહેતે હતે. સ્મશાનમાં પડી રહેલા હાડકા, તેની અંદરના ફેફરસના જવલનથી કયારેક ભડકે બળતા દેખાય છે, આવી સમજણને ઉદય થતાં ચમકારની કેટિના બનાવે, સામાન્ય બનાવ જેવા જ ગણાય છે. મૃત્યુ થયા પર પડેલ માણસ એકાએક વગર ઔષધે સાજો થઈ જાય, ભયંકર આપત્તિમાંથી અણધારી રીતે છૂટકાર થઈ જાય, અણીને વખતે અણચિંતવી સહાય આવી પડે. ન સમજાય એવી રીતે આપણા ચિત્તમાં નવી સૂઝ પ્રગટે, બુદ્ધિમાં ન ઉતરે એવી રીતે કંઈક બને, ત્યારે લોકે તેમાં એછે વધતે અશે ચમત્કારના ચમકારા નીહાળે છે. | વિજ્ઞાનના વિકાસને લીધે ચમત્કાર જેવી ગણાતી અસંખ્ય બાબતે હવે અતિ સામાન્ય ગણાય છે. કેઈ દૈવી શક્તિ પિતાના મનસ્વી તરંગ પ્રમાણે વિશ્વ નિયમોને કેરાણે મૂકીને ચમકાર કરે છે–આવી માન્યતાને હવે ખાસ સ્થાન રહ્યું નથી. આ અર્થમાં ભલે કદાચ ચમત્કાર ન હોય! પરંતુ વિશ્વનું બધું જ બુદ્ધિમાં ઉતરી આ. ૮૫
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy