SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૬ આત્મ-હત્યાનને પાયે સાચું સૌન્દર્ય ચહેરાને સુંદર દેખાડવાની પ્રવૃત્તિ આજકાલ વધતી જાય છે. પણ તે પ્રવૃત્તિ દેખાવા પૂરતી જ હોય છે. સુંદર બનવા માટે હોતી નથી. આ ખૂબ જ દુખદ બાબત છે. સ્ને-પાવડર લગાડવા, અંજન જવું, લાંબા વાળ રાખવા, સુગંધી દ્રવ્યોના લપેડા કરવા વિગેરેને ઘણે મેહ વર્તમાનકાળે વહે છે. શરીરની વિરૂપતા હાંકવા માટે અવનવી ઢબનાં રંગબેરંગી વસ્ત્રો માણસ પહેરતે હોય છે, પરંતુ સૌદર્ય એ કેવળ ચહેરાને અને શરીરને જ પ્રશ્ન નથી. માનસિક જીવનને તેમાં મોટો હિસ્સો હોય છે. સૌદર્ય, શરીર કરતાં મનમાં વધારે વસે છે. જે વ્યક્તિ જ્ઞાન વડે જીવનને સમજે છે, સંયમ વડે તેનું નિત્ય ઘડતર કરે છે, જેનું અંતઃકરણ ઉતાર છે, જેનું જીવન-માધુર્ય તેની વાણીમાં ટપકે છે, જે પાપથી ભયભીત છે, પણ દુઃખથી નિરંતર નિર્ભય છે, જે અનુકૂળતા જેટલી જ પ્રસન્નતા, પ્રતિકૂળતામાં પણ ટકાવી શકે છે, તેવા મહા મનુષ્યની આંખે વાટે, હેઠો દ્વારા, ભવામાંથી, કપોલ અને કપાળ પરથી સૌન્દર્યશાળી આત્માની પ્રતિમા ડેકિયાં કરતી હોય છે. સાચું સોના સૂક્ષમ હોય છે, ભૂલ દેખાય છે તે તે ઈનિકમાં અટવાઈ રહેલાએ માટેનું મગજળ છે. એ મૃગજળથી જીવનની ઊંડી સૌન્દર્ય તૃષા કદી સંતોષાતી નથી. સાચું સોનવે સ્મિતની પ્રફુલભતામાં છે, કરુણાની મદતામાં છે, સંયમની તેજવિતા અને સત્યમય જીવનની ઉજજવળતામાં છે. રેખાવને સૌનાથની માયાજાળમાં ફસાવા કરતાં, શાશ્વત સોંદર્યના તેજસૌરભમાં શચવું જોઈએ. રૈણ (ચી જેવા) બનવાના ચાળા કરવા કરતાં જીવનમાં સાચું પૌરૂષ પ્રગટાવવા મથવું જોઈએ. કામ-ક્રોધાદિની મલિનતાઓ દૂર કરી, દીપ્તિમાન જીવન જીવવાનું શરૂ થાય કેતરત જ સૌદર્યમૂર્તિ આત્માનું શુદ્ધ રૂપ, આ છે તેમજ સમગ્ર શરીર દ્વારા પ્રગટવા લાગે છે. અને તે જ સાચું અને કાયમી સૌન્દર્ય છે. માનવીએ મહેનત સુંદર બનવા માટે કરવી જોઈએ, સુંદર દેખાવા માટે નહિ. દેખાવની સુંદરતામાં અંજાવું, તે નર્યું પાગલપન છે, એ બુદ્ધિને સરિયામ બગાડ છે ને એમાં જીવનની બરબાદી છે. સૌંદર્ય પ્રેમીઓએ તે કાયમ ટકનારા આત્માના સૌન્દર્યની માવજત કરવી જોઈએ. ત્યાંથી જ તેને સાચી સુંદરતા સાંપડશે! ti
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy