SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયાગ–ઉપગ્રહ ૪૨૯ ઉપદેશ–દાનાદિ વડે વાણી દ્વારા અને સેવા ઉપમાનાદિ વડે કાયા દ્વારા હિતાહિતમાં નિમિત્ત બની શકાય છે, એ તે સહુને અનુભસિદ્ધ જ છે. આ રીતે મન (ભાવ), વાણી અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા પરસ્પરના હિતાહિતમાં સર્વ જીવા નિમિત્ત બની શકે છે, ધના પાચે મૈત્રી આદિ ભાવ: પરમ કરૂણાનિધિ વિશ્વોદ્ધારક શ્રી જિનેશ્વર પરમાત્માએ આત્મહિતકર જે ધર્મના ઉપદેશ આપ્યા છે, તેના પાયા મૈત્રી આદિ ચાર ભાવ છે. કારણ કે જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર રાગ, દ્વેષ અને મેહની મલિન વૃત્તિ છે. એ મલિન વૃત્તિઓને શુદ્ધ બનાવવા માટે મંત્રી આદિ ભાવા અનિવાર્ય છે. માટે જ આ મૈત્રી આદિ ભાવાને ધર્મના મૂળ ( પાયા ) તરીકે ગણવામાં આવ્યા છે. મતલબ કે ધર્માંરૂપી પ્રાસાદના પાયે મૈત્રી આદિ ભાવા છે. મંત્રી આદિ ભાવાનુ સ્વરૂપ પરહિત ચિંતારૂપ કે સ્નેહ પરિણામ સ્વરૂપ મત્રીભાવ સર્વે જીવા પ્રત્યે પ્રગટાવવાના છે. પ"ડની ચિંતામાં તે સહુ કાઈ પાવરધા હોય છે. માનવજીવનનુ ગૌરવ પરહિતચિંતા વડે બંધાય છે. જીવા પ્રત્યેની જે દ્વેષની કે ઉદાસીનતાની લાગણી છે, તે જીવને ભવભ્રમણ કરાવનારી છે. તેને દૂર કરવા માટે જીવા પ્રત્યે મૈત્રીભાવ કેળવવા જોઈએ. મૈત્રીભાવ મિત્ર તુલ્ય ભાવ, સહૃદયી એ મિત્રાને પરસ્પર હોય છે તેવા ભાવ જગતના બધા જીવા પ્રત્યે કેળવવા તે. માનવતાના નાતે બધા માનવા એક સમાન છે, તેમ જીવત્વના નાતે બધા જીવા એક છે. માટે કાઈ પણ જીવ પ્રત્યે દ્વેષકે ઉદાસીનતાની લાગણી રાખવી એ હકીકતમાં પેાતાના જીવ પ્રત્યે જ દ્વેષ યા ઉદાસીનતાભાવ રાખવા બરાબર છે. જડના રાગના કારણે જીવ પ્રત્યે દ્વેષ જન્મે છે અને પ`ડ પ્રત્યેના અધિક ન્યામાહના કારણે પર પ્રત્યે ઉદાસીનતા ભાવ જન્મે છે. આ ખ'ને મહાદોષને દૂર કરવામાં મૈત્રીભાવ રામબાણ ઔષધ છે. એટલે જો પાતાના આત્માના મિત્ર બનવુ... હાય તા ત્રણ જગતના સર્વ જીવે પ્રત્યે મિત્ર સરખા ભાવ દાખવવા તે અત્યંત જરૂરી છે. ૨. એ જ રીતે જે જીવા પેાતાનાથી અધિક ગુણવાન છે, એમના પ્રત્યે પ્રસન્નતારૂપ ‘પ્રમેાદભાવ’ કેળવવા જોઈએ. જેથી આપણા આત્મામાં દુર્ગુણુની દુ"ધ દૂર થાય અને સદ્દગુણની સુવાસ મહેકી ઉઠે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy