SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ આત્મ-હત્યાનનો પાયો વસ્તુમાત્ર સામાન્ય વિશેષ રુપ છે. સામાન્યના બે ભેદ છે. એકતિર્થક અને બીજું ઉ. પ્રદેશ ભેદે અભેદ તે તિર્યક સામાન્ય અને કાળભેદે અભેદ તે ઉર્વતા સામાન્ય. વિશેષ પણ બે પ્રકારનું છે. એક ગુણરુપ અને બીજું પર્યાયરૂપ. ગુણરૂપ વિશેષ એ તિર્થક સામાન્યનું વિશેષ છે અને પર્યાયરૂપ વિશેષ એ ઉર્વતા સામાન્યનું વિશેષ છે. ગુણ એ સહભાવી પર્યાય છે અને પર્યાય એ કમભાવી પર્યાય છે. કમભાવી પર્યાયરૂપ વિશેષની આસક્તિનું નિવારણ ઉર્વતા સામાન્યના વિચારથી સધાય છે, સહભાગી પર્યાયરૂપ વિશેષનું અયોગ્ય આચરણ તિર્યક સામાન્યના વિચારથી નિવારી શકાય છે. સંસારરૂપ વિષય કષાયનો પ્રતીકાર આ રીતે ઉભય પ્રકારના સામાન્ય ધર્મના વિચારથી ઉત્પન્ન થતા સમભાવ વડે સાધી શકાય છે. તેથી ધર્મના, વેગના, અધ્યાત્મના લક્ષણમાં શાક્ત અનુષ્ઠાનની સાથે મિથ્યાદિ ભાવોને પ્રવેશ કહે છે. આગમભાષામાં ત્રિકરણ યોગ શબ્દ અને ગભાષામાં મિથ્યાદિ ભાવે એક જ અર્થને કહેનારા છે. પર્વાધિરાજનો પ્રભાવ શ્રી પર્યુષણ પર્વમાં સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ અને અકષાયાદિ, મોક્ષના હેતુ એનું સેવન થાય છે. કુપણ દાતાર બને છે. કુશીલ સુશીલ થાય છે, તારહિત પણ તપસ્વી થાય છે. યારહિત દયાળુ બને છે અને નિધર્મી ધર્મી બને છે. દાન, શીલ અને તપ સાન, દર્શન અને ચારિત્ર, આદિ ગુણેની આ મહાન દિવસમાં પુષ્ટિ થાય છે. પર્વાધિરાજને પુણ્ય પ્રસંગ પામીને, દેવ-ગુરુ-ધર્મમાં નિષ્ઠા વધુ દઢ બને છે. શ્રી સંઘ, સાધુ અને સાધમિકની ભક્તિનો પ્રવાહ પ્રાણવંતે બને છે. સામાયિક, પ્રતિક્રમણ અને પૌષધનું જોરદાર વાતાવરણ જામે છે; ક્ષમા, નમ્રતા અને સરળતા, સાચા રૂપમાં ખીલવા માંડે છે, શીલ, સંતેષ અને બ્રહ્મચર્યાદિ ગુણોની પુષ્ટિ થાય છે અને આ પંચમકાળમાં પણ આ પર્વાધિરાજના પ્રભાવે પુણ્યાત્માએ ચતુર્થ કાળની સમાન આચરણ કરે છે. શ્રી પર્યુષણ પર્વ એ ક્રોધાદિના નાશને ઉત્સવ છે. મિથ્યાદિ ભાવનાઓને મહેત્સવ છે. આ સુપર્વના સુગે અનાદિનાં આત્માનાં સંબંધી બની બેઠેલા એવા કષાયાદિનું મૃત્યુ થાય છે, તેથી મુનિએ મુંડન કરાવે છે. મુનિએ આને “કેશ-લેચ” કહે છે એની પાછળ આ અર્થ પણ ઘટાવી શકાય છે. શ્રી પર્યુષણ પર્વમાં નવ પ્રકારના પુણ્યનું પોષણ થાય છે અને અઢાર પ્રકારના પાપનું શોષણ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, માદ, કષાયાદિ બંધ-હેતુઓને ત્યાગ થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy