SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ આત્મ-ઉત્થાનને પાયો સમરણ થાય છે, તે જ સાચું શરણ છે અને એ શરણ–દુષ્કૃતગહ અને સુકૃતાનમેદનથી અંતકરણુ શુદ્ધ થયા પછી જ પ્રાપ્ત થાય છે. શ્રી અરિહંત પરમાત્મા ૧૩માં ગુણસ્થાનકે રહેલા છે. શ્રી સિદ્ધ પરમાત્મા ૧૪મા ગુણસ્થાનકે રહેલા છે. સાધુ ભગવંતે ૬-૭માં ગુણસ્થાનકે રહેલા છે. એ બધા નિર્મળ આત્માઓમાં ધર્મ રહેલ છે. તેમના સ્મરણથી આત્માના સાચા સ્વરૂપનું ભાન અને જ્ઞાન થાય છે. તેમના સ્મરણથી આત્માના સાચા સ્વરૂપનું ભાન અને જ્ઞાન થાય છે. રૂપ દેખાડે તે પણ આત્મસ્વરૂપ દેખાડે તે અરિહંતસિદ્ધ, એ આત્મસ્વરૂપ જેવા પ્રયત્ન કરવો જોઈએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ, અરિહંત-સિદ્ધ રૂપ છે. એ જાણ્યા પછી ભય રહેતો નથી, કારણ કે આ જાતને આત્મા આપણે સાથે જ રહેવાને છે. આત્મસ્વરૂપને જાણવા આપણા જ્ઞાનચક્ષુને વિકસિત કરવા જોઈએ. વ્યવહારથી આપણે આત્મા સંસારી અને નિશ્ચયથી સિદ્ધ કવરૂપી છેએ બંને સ્વરૂપે અત્યારે મજુદ છે. શુદ્ધ નયની ભાવના માટે શ્રી અરિહંતાદિનું શરણ લેવાનું છે. તેથી જ બધી ફરીયાદ દૂર થઈને આત્મન્નિતિ થાય છે. વાણીની દિવ્યતા વાણી એ વિચારને પ્રગટ કરવાનું સાધન છે. વાલબ્ધિ' દ્વારા આત્મા શ્રાપ, આશીર્વાદ આપવાની શક્તિ ધરાવે છે. મિતવાણી સમ્યફ ચિંતનમાં હેતુ બને છે. માટે ચિંતન ઠીક થઈ શકે તે ખાતર વાણી પરિમિત બોલવી જોઈએ. હિતકારી પણ વાણી મિત ભાષામાં સત્ય સાપેક્ષપણે બોલવી જોઈએ. મનમાં ઊઠે તે પણ વાણી છે. તે ગૂઢ વાણી છે. તેને પરાવાક કહેવાય છે. તે વડે પણ ગુણગ્રહણ અને હિતચિંતન થવું જોઈએ. અનિંદા અને ગુણગ્રહણ તે હિતવાણીનું લક્ષણ છે. હિતવચન ઓપરેશનની જેમ ઉભય માન્ય રહેવું જોઈએ. અર્થાત્ શ્રોતા-વકતા ઉભયને માન્ય હેવું જોઈએ. વાગૂ લબ્ધિ માટે સત્ય. સમ્યફ ચિંતન માટે મિત, પચ્યવચન બોલવું. નિંદા પીઠ પાછળ થાય છે, હિત બુદ્ધિથી સન્મુખ દેષ પ્રકાશન તે હિત ચિંતનાત્મક વાણી છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy