SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આત્મ-હત્યાનને પામે સામૂહિક–સાધના જનતાના આધ્યાત્મિક જીવનમાં સાધનાનું મહતવ ખૂબ જ છે. કારણ કે તે માનવ સમૂહને દિવ્ય જીવનને પરસ્પર સંબંધી સહેતુકતા અને એકતાની સૂઝ આપે છે. સમૂહ સાધનાને હેતુ માત્ર સાધકોના જીવનમાં આધ્યાત્મિક હેતુની જાગૃતિ આણવા પૂરતું જ નથી, પણ સંસારમાંથી ચિંતા અને ધમાલથી પર થઈને સહાનુભૂતિભર્યા વાતાવરણમાં આધ્યાત્મિકતાની પ્રાથમિક સ્વરૂપની સાધના કરવાની તક મેળવી આપવાનો છે. બ્રહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગીને પ્રાર્થના, ધ્યાન વગેરે નિત્ય-નિયમિતપણે કરવાથી મન અને શરીરનું નિયમન થાય છે. અને પોતાની જાતને આધ્યામિકતાથી ભરી દેવાય છે. સાધના એક યાત્રિક ક્રિયા જેવી ન બની જાય તેની પૂરતી કાળજી રાખવી જોઈએ. સાધનામાં કેટલો સમય ગાળો છે, તે મહત્વનું નથી, પરંતુ દૈનિક જીવનમાં તેની કેવી અને કેટલી અસર થઈ રહી છે, તે સૌથી વિશેષ મહત્ત્વનું છે. સાધના, પ્રાર્થના સમય પૂરતી નથી. પણ સમગ્ર જીવનમાં વણી લેવા માટે જીવનને સાધનામય બનાવવા માટે છે. સાધના જીવનમાં વણાય એટલે જીવનમાંથી સ્વાર્થ નીકળી જાય, હૃદયમાંથી સંકુચિતતા નાબૂદ થાય, મનમાંથી કટુતા વિદાય થાય. અર્થાત્ આત્માની મોટપ વડે સમગ્ર જીવન સમૃદ્ધ બને. સાધક જીવન એટલે આત્માથી જીવન.દયા–દાન,ક્ષમા સંતેષ મત્રી-પ્રમોદાદિમય જીવન. આધ્યાત્મિક સાધનાના પ્રસાર માટે વધુ પ્રયત્ન કરવાથી સપુરૂષોના આશીર્વાદ મળે છે. સાધકને પરમાત્મા તરફથી વિદ્યા, તુષ્ટિ, દેવી એશ્વર્ય, કેવલ્ય અને મેક્ષ મળે છે. તેથી સૌ ચિતામુક્ત અને આબાદ બને છે. આબાદ એટલે “આ” એવા “હું”ને બાદ કરવાથી સાંપડતી શુદ્ધિ અને સિદ્ધિ. આવી સામૂહિક-સાધના અચૂક વિશ્વકલ્યાણકારી નીવડે છે. અનુમોદનાથી અનુબંધ આપણે જે અનુષ્ઠાન કરીએ છીએ, તે અનુષ્ઠાન જ્યાં જ્યાં થતું હોય, તેની અનુમોદના કરવી જોઈએ. કેમ કે ત્રિકરણગથી ધર્મ પરિપૂર્ણ બને છે. પાપ કરે છે, તે તેને તે પાપને બંધ પડે છે, તેમ તે પાપની પ્રશંસા ચાને અનુમોદના કરનાર અને કરાવનાર બધાને તે પાપને બંધ પડે છે. પાપની અધિક પ્રશંસા કરનારને અધિક પાપ લાગે છે, કારણ કે આત્માનું અહિત કરનારા પાપની પ્રશંસા કરીને તે પિતે પાપ તે બાંધે જ છે, પરંતુ તે પાપનાં
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy