SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ દર્શન ૨૫ શુદ્ધદષ્ટિ દૃષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધારણ કરીને પિતાના સ્વત્વને–વ્યક્તિત્વને પૂર્ણતાના બેધથી ભાવિત કરીને જે વ્યવહાર કરવામાં આવે છે, તે જ શુદ્ધ વ્યવહાર એ કહ્યું છે કે, નિશ્ચય દષ્ટિ હૃદય ધરજી, પાળે જે વ્યવહાર, પુણવંત તે પામશેજી, ભવસમુદ્રને પાર.” આ દષ્ટિ પરાશ્રયી ભિક્ષુક મનોવૃત્તિનું એક બાજુ મૂલેચ્છેદન કરે છે, ત્યારે બીજી બાજુ બીજાઓ પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિવંત બનાવે છે. બીજાના વ્યક્તિતત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જ જોવામાં આવે છે, ત્યારે ઉચ્ચતા-નીચતાનું વૈવિધ્ય નજરે ચઢે છે. શુભાશુભ વિકપની માયાજાળ પ્રસરે છે, પરસ્પરની ધૃણા અને વૈરભાવ પ્રગટે છે. “શુદ્ધનયનું અધ્યાત્મદર્શન–એ જ સર્વયાસ,વિષયતામૂલક વિષપ્રવાહનું અમોઘ ઔષધ છે. જ્યારે આપણે પ્રાણી માત્રામાં ઉપરના ઠંદ્વોથી મુક્ત અંદર રહેલી ચેતનાનું દર્શન કરીએ છીએ, ત્યારે સર્વત્ર એક રસ, શુદ્ધ, નિરંજન, નિર્વિકાર મૂળ પરબ્રહ્મભાવને સાક્ષાત્કાર થાય છે. જ્યાં એકતા, એકરૂપતા અને સમતા જ રહેલી છે. અને વિષયતા, ઘણા, વૈર અને દ્વન્દ્રને સર્વથા અભાવ છે. જે કાંઈ ભેદ છે, વૈષમ્ય છે, તે સર્વ ઔપચારિક–પાધિક છે. આત્માના મૂળમાં તેનું લેશ માત્ર અસ્તિત્વ નથી. જે ઉપચાર છે, તે આરેપિત છે અને જે આરેપિત છે તે શુદ્ધસાર્વભૌમ જ્ઞાન ચેતનાના પરિણામથી દૂર કરી શકાય છે. જ્યારે આપણે વિષમતાને મલિક માનવાને ઈન્કાર કરી દઈએ છીએ, ત્યારે તે વિષમત પિતાની મેળે જ મટી જાય છે. આ રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનું અધ્યાત્મદર્શન પ્રત્યેક વ્યક્તિની નેશ્ચયિક શુદ્ધતા અને સ્વતંત્રતાનું પ્રતિપાદન કરે છે તેના પરિણામે સમસ્ત ચૈતન્ય જગતમાં એક રસતા અને સમત્વની સ્થાપના થાય છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ શ્રદ્ધા એટલે દેવ-ગુરુ આપણું કાંઈ કરે છે-એ વિશ્વાસ, આવી શ્રદ્ધા હોય ત્યાં જ સાચી ભક્તિ જાગે, અ. ૪
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy