SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ આમ ઉત્થાનને પાયો સુલભ બને છે. મનના સંયમથી ઈરછાશક્તિ દઢ થાય છે. તે સંકલ્પની જનેતા છે. દઢ સંકલ્પ એ જ ઉદ્ધારને મૂળ મંત્ર છે. “નિતં ગત્ત ન ? મનોજિતેના “મનની છતે જીત. મનની હારે હાર' ગણાય છે. મન કદી થાકતું નથી, કદી વૃદ્ધ થતું નથી, કાર્ય વિના રહી શકતું નથી. તેની શક્તિ અગાધ છે. એ શક્તિને સર્જનાત્મક માર્ગે વાળવા માટે મનને અંકુશમાં લેવું જોઈએ. કેવળ બળાત્કારથી તે અંકુશમાં આવતું નથી પણ વધુ ઉગ્ર બને છે પણ સ્નેહ અને યુક્તિસભર પ્રયત્નોથી તે ધીમે ધીમે અંકુશમાં આવે છે. રાગ-દ્વેષરૂપી કાદવ-કીચડમાં સહેલાઈથી દડે જતા મનને સમજાવવાનું છે. મનરાજ આપને તે માનસરોવરના નિર્મળ જળમાં છાજે. તેમાં જ આપની મહાનતા છે. મહાન આત્માના દૂત એવા આપને ઈન્દ્રની સહાયમાં દોડવું પડે છે તે આપની ગરિમા ખંડિત થઈ જાય. શા મનને ચંદ્ર કહે છે, ચંદ્રમાં ચાંદની હેય તેમ આપમાં પણ સૌમ્યભાવની ચાંદની જ જોઈએ. તમારી સમગ્રતામાં નવું શુભ જ હેવું જોઈએ. ગંદા, મલિન, સુદ્ર, ચંચળ અને પાશવી વિચારને સંગ તમને ન છાજે, મનને વશ કરવાને આ પણ એક માર્ગ છે. અને આવા બીજા માર્ગો પણ શાઓમાં કહેલા છે જેમાં પરમાત્માનું, ગુરુનું મરણ-કીર્તન પૂજન, સેવન વગેરેને સમાવેશ થાય છે. પરમાત્માના ધ્યાનથી મનને વશ કરી શકાય છે. ? વાસના-વિજય વાસનાને જીતવાનું અનન્ય સાધન ઉપાસના છે. પ્રાકૃતમાં ઉપાસનાનું રૂપ ઉ+વાસના, ઉદ્દગત વાસના, ઉવાસના થાય છે. ધમને એક અર્થ મેહ, ક્ષોભ ૨હિત આત્મ પરિણામ છે. શ્રી નવકારમંત્રના પુનાપુનઃ માનસિક ઉચ્ચારણમાં મોહ અને ક્ષોભને નિવારવાની શક્તિ પ્રત્યક્ષપણે અનુભવાય છે. મેહ, ક્ષોભરહિત આત્મ પરિણામ ચિપૂવને સાર છે, અને તે પરિણામને સહજ રીતે પેદા કરનાર શ્રી નમસ્કાર મહામંત્રને માનસજાપ પણ ચપૂર્વને સાર પુરવાર થાય છે. મનનું નિસ્તરંગ થવું તે મેહરહિતતા છે અને કાયાનું નિસ્પદ થવું તે ભરહિતતા છે. નમસ્કારના ૬૮ વર્ણોનું વિધિપૂર્વક ઉચ્ચારણ તે ભાષ્ય જાપ છે. તે ઉચ્ચારણ જ્યારે પિતે જ માત્ર સાંભળી શકે ત્યારે તે ઉપાંસુ જા૫ છે અને બહિર્જલ્પાકાર મટીને અંતજંત્પાકાર થાય, ત્યારે તે માનસજાપ છે. તે માનસજાપ જ મનને નિસ્તરંગ અને કાયાને નિસ્પદ બનાવે છે. મોહ ક્ષોભ રહિત આત્મપરિણામનું બીજું નામ “વત્યુ સહા ધમ્મ આત્મવસ્તુને સહજ સ્વભાવ પણ કહી શકાય તેનું પ્રકટીકરણ ક્ષાત્યાદિ દશવિધયતિધર્મરૂપે અને જ્ઞાનાદિ રત્નત્રયી–મેક્ષમાગરૂપે થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy