SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૨ આત્મ–ઉત્થાનને પાયો મંત્ર મંત્ર એટલે ગુહ્યભાષણ. આત્માનું પરમાત્મા સાથે ગુઢભાષણ જે પદોથી થાય તે પદોને મંત્ર કહે છે. ગુહ્ય ભાષણ એટલે અન્ય કોઈની હાજરી વિના, જાહેરાત વિના સ્વસાક્ષીથી “આત્મા–પરમાત્મા છે. આત્મા તત્વથી પરમાત્મા છે. સર્વે જીવાત્મનઃ તાવતઃ પરમાત્મનઃ અથવા દલિતયા પરમાત્મા એવં જીવાત્મા” એ જાતિનું પોતાના આત્મામાં પિતાના શુદ્ધ સ્વરૂપનું મનન, તેને જ “મંત્ર’ એવી સંજ્ઞા આપવામાં આવે છે. પુનઃ પુનઃ તે મંત્રણા-ગુહ્યકથન એ પિતાના સંકેચ-સ્વરૂપને ત્યાગ કરાવી નિઃસીમ સ્વરૂપનું ભાન કરાવે છે અને તે ભાન જેમ-જેમ દેઢ થતું જાય છે, તેમ તેમ સંકલ્પવિકલ્પમાંથી મુક્ત કરી નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ કરાવે છે. આ અવસ્થાને ચિન્માત્ર સમાધિ અથવા સ્વશુદ્ધ સ્વરૂપની અનુભૂતિ પણ કહે છે સાચે મંત્ર એક બાજુ દેવ-ગુરુ અને આત્મા તથા બીજી બાજુ મન-પવન અને આત્માનું ઐકય સધાવી આપનાર હોવાથી અંતરાત્મભાવનું સંવેદન કરાવનાર થાય છે. અંતરાત્મભાવ એટલે આત્માની આત્મામાં પ્રતીતિ. આ પ્રતીતિને દેઢ-દેહતર બનાવવા માટે, સત્ય મંત્રોનું આરાધન પરમ સહાયભૂત થાય છે. તેમાં કારણ એ છે કે મંત્રના અક્ષરનું ઉચ્ચારણ પ્રાણની ગતિને નિયમિત કરે છે. પ્રાણની ગતિની નિયમિતતા મનને કાબૂમાં લાવે છે. મનનો કાબૂ આત્માને પ્રભુત્વ અપાવે છે. મંત્રના અર્થોને સંબંધ દેવ અને ગુરુતત્વની સાથે હોય છે. તેથી દેવ અને ગુરુતત્વને બેધ કરાવી શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એ રીતે સમ્યકક્રિયા અને સમ્યક્રૂઝાન વડે મંત્ર અનંત ફળદાયી નીવડે છે. મંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ એ આરાધનાની પ્રથમ શરત છે. આ વિશ્વાસ જ મનને મંત્રમય બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે અને પરમ વિશ્વસનીય આરમતત્વમાં અભેદભાવ પેદા કરે છે. ti મંત્રસિદ્ધિ આમ્નાય, વિશ્વાસબાહુલ્ય અને અન્યભાવ મંત્ર-સિદ્ધિમાં સહકારી કારણે છે. શબ્દ, અર્થ અને પ્રત્યયને પરસ્પર સંબંધ છે. શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે. એને અર્થ દૂર રહેલ પદાર્થ પણ શબ્દના બળથી વિકલ્પરૂપે અર્થાત્ માનસ આકૃતિરૂપે પ્રતીત થાય છે, ઉપસ્થિત થાય છે. પદને પદાર્થની સાથે વાગ્ય-વાચક સબંધ છે. પદના ઉચ્ચારવુ, મ૨ણ કે ધ્યાનથી વાગ્ય પદાર્થની પ્રતીતિ થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy