SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ આત્મ-ઉત્થાનને પાયો શ્રી તીર્થકર ભગવતે દ્રવ્ય-ગુણ અને પર્યાયથી તીર્થ ગણધરને સેપે છે અને ગણધર ભગવતે, આચાર્ય ભગવંતને સેપે છે. શ્રી તીર્થકર ભગવતેના વિરહકાળમાં શાસનના માલિક આચાર્ય ભગવતે છે. આચાર્ય અર્થની દેશના આપે છે, ઉપાધ્યાય સુત્ર અને અર્થ બંનેની દેશના આપે છે, તેને સુવાનુગમ કહેવાય છે. નિર્યુક્તિ, ભાગ્ય અને પૂર્વ તેમજ પરંપરા પ્રાપ્ત અર્થને અર્થીનગમ કહેવાય છે, તેને આપનાર આચાર્ય છે. આચાર પ્રથમ દવે અજવાળું કરી છે, પણ મકાનમાંથી કચરો કાં હોય તે ક્રિયા કરવી જ પડે. તેમ જ્ઞાન એ કમરૂપી કચને ઓળખાવે પણ તેને દૂર કરવાનું કાર્ય તે ક્રિયાથી જ થઈ શકે. તાત્પર્ય કે દેવ-ગુરુ ધર્મમાં આચાર પ્રથમ છે. વિનય મૂળધર્મ યાધર્મ, સત્ય અધિષ્ઠિત ધર્મ આચાર સ્વરૂપ છે. તેવી રીતે સુદેવ, કુદેવ અને સુગુરુ, ગુરુની ભેદરેખા પણ આચાર છે. ઉપશમ ક્ષેપક શ્રેણીનું મૂળ વર્તન છે વીતરાગપણું ચારિત્રથી પ્રાપ્ત થાય છે, માત્ર જ્ઞાનપી નહિ. વીતરાગ શબ વર્તનની અપેક્ષાએ છે. સર્વર શબ્દ રાનની અપેક્ષા છે. પ્રથમ વીતરાગતા અને પછી સર્વજ્ઞતા છે. ઉપાધ્યાય સામાન્ય અર્થ આપે છે. એક ચરવાની ક્રિયા અને બીજી વાગોળવાની ક્રિયા છે. સામાન્ય વિશેષ ઉભય અથને આપનાર એક જ આચાર્ય હોય, તે તેને બંને પદવી મળે છે. શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માના વિરહકાળે વિંશતિ સ્થાનક માટેની આરાધના માટે તેમની પ્રતિમાની જરૂર છે. આચાર્યને વિરહ શાસનમાં હેતે નથી, તેથી તેમની ભક્તિ આપણે કેવળ સ્થાપના વડે કરવાની નથી. તેમ કરવા જતાં ભાવ આચાર્યની ઉપેક્ષા થવા સંભવ છે. સારાદિક વડે ગ૭ની સંભાળ રાખનાર ઉપાધ્યાય આચાર્ય વડે નિયુક્ત થયેલા હોય છે. પંચપરમેષ્ઠિ પર સ્વતંત્ર આરાધ્ય છે, તેમ જ્ઞાનાદિ ગુણે સ્વતંત્રપણે આરાધ્ય નથી. ગુણીની આરાધના દ્વારા ગુણની આરાધના થઈ શકે છે. દેવ-ગુરુ-ધર્મનું આ યથાર્થ સ્વરૂપ સમજી તેની યથાર્થ આરાધના નિત્ય ચતે પરિણામે કરવાથી ચઢિયાતી ગતિ દ્વારા સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy