SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ૧ સાધુ જીવનની સુગંધ અને ચારિત્ર એટલે સમ્યફ જ્ઞાન અને સમ્યગ્દર્શનથી નક્કી થયેલા મિક્ષના ઉપચેનું શક્તિ મુજબ જીવનમાં આચરણ. આ ત્રણ ગુણે સર્વ ગુણમાં પ્રધાન છે. માટે રત્નની ઉપમાને પાત્ર છે. અને એ ત્રણ જ સાધુજીવનની સાચી સુગંધ છે, સાચી શોભા છે. તેના પ્રતાપે જ તેમના મૂલગુણે અને ઉત્તરગુણ તથા દશ પ્રકારના યતિધર્મોની શુદ્ધિ જળવાઈ રહે છે. દશ પ્રકારની સામાચારી મેક્ષના ઉપાયોનું યથાસ્થિત જ્ઞાન અને શ્રદ્ધા ગૃહસ્થાવસ્થામાં પણ થઈ શકે છે, પરંતુ તેનું જીવનમાં સવશે આચરણ-સર્વ સમય માટે પાલન-તે સાધુજીવનમાં શક્ય છે, એમ શ્રી તીર્થકર દેએ ફરમાવ્યું છે. અને તે માટે જ્ઞાન-દર્શન–ચારિત્રને પોષક અનેક પ્રકારની ચર્ચાઓ અને સામાચારીએ બતાવેલી છે. તેમાં દશ પ્રકારની ચકવાલ સામાચારી અને દશ પ્રકારની પ્રતિદિન સામાચારી મુખ્ય છે. સામાચારી મોક્ષના અનન્ય ઉપાયભૂત મૂલગુણે અને ઉત્તરગુણે, મહાવ્રત અને સમિતિગુણિએ એ બધાનું અખંડિતપણે આચરણ કરી શકાય તે માટે જે સરળ માગ તેનું નામ સામાચારી. સાધુજીવનનાં સર્વ અંગેને સ્પષ્ટ કરે તે રીતે તે સામાચારીઓ રચાયેલી છે કારણ કે તેના રચયિતા સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી તીર્થંકર પરમાત્માએ હતા. એ સામાચારીનું પાલન શ્રી તીર્થંકર પરમાત્માઓના શાસનમાં સર્વ સુવિહિત આચાર્યો અને મુનિવરે આજ સુધી કરતા આવ્યા છે અને શક્તિ મુજબ કરી રહ્યા છે. દશ પ્રકારની નિત્યની સામાચારીમાં સાધુજીવનને લગતા પડિલેહણ, પ્રતિક્રમણ, પ્રમાર્જન, કાલગ્રહણ, ભિક્ષા ગ્રહણ તથા આહાર-નિહારકરણ આદિ કાર્યોમાં સાચવવા ગ્ય વિધિને સમાવેશ થઈ જાય છે. અને દશ પ્રકારની ચક્રવાલ સામાચારીમાં મુખ્યત્વે સાધુ-સાધુ વચ્ચેના નિત્ય વ્યવહારમાં કેવી જાગૃતિપૂર્વક વર્તવું જોઈએ, તેને સુંદર વિધિ બતાવેલ છે. સુપ્રસિદ્ધ પ્રથમ ત્રણ સામાચારી અહીં આપણે તે ચક્રવાલ સામાચારીની સુપ્રસિદ્ધ પ્રથમ ત્રણ સામાચારી, સાધુજીવનમાં કેવી વ્યાપક છે અને મનુષ્યમાત્રના જીવનઘડતરમાં કેવી ઉપકારક છે, તે જેવું છે. તે ત્રણ સામાચારીનાં નામ અનુક્રમે “ઈરછાકાર', “ મિચ્છાકાર” અને “તહકાર” છે. આ. ૬૧
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy