SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ આત્મદ્રવ્યની મધુરતા ૧૫ જ્ઞાનમાં એકતાર થઈને રહે છે, તેને વિશેષ પ્રકારે આત્મિક સુખને અનુભવ થાય છે. આ સુખ પિતાને પિતાથી અનુભવાતુ હેવાથી સ્વસંવેવ છે. તેમાં બીજા કેઈની મદદ કે બીજી વસ્તુની અપેક્ષા હતી નથી. માટે આનંદધન આત્મામાં મગ્ન થવામાં માનવભવની સાર્થકતા છે. શુદ્ધ આત્મદ્રવ્યની મધુરતા આત્મદ્રવ્યની મધુરતા જેમ જેમ અનુભવાય છે, તેમ તેમ રોજરોજનાં કામ નાટકમાં સેંપવામાં આવેલ પાઠની જેમ કરીને નિત્ય સામાયિકમાં અનંતકાળ સુધી સિદ્ધ ભગવંતોની જેમ રહી શકવાની ઝાંખી થાય છે. નિજ વરુપ તે જિનસ્વરુ૫ છે, એમ સામયિકમાં પ્રણવના ધ્યાન વખતે કિંચિત અનુભૂતિ થાય છે, તેથી ખૂબ ખૂબ પ્રસન્નતા અનુભવાય છે. પ્રણવના દયાનમાં શબ્દાતીત એક માત્ર જ્ઞાન ચેતના રહે છે. શુદ્ધાત્મ દ્રવ્યની મધુરતા જે નિશ્ચય સામયિકરુપ છે, તે અહીં અનુભવાય છે. શુદ્ધ જ્ઞાન ચેતનાની અનુભૂતિ બાદ જે સાનુકૂળતાઓ જોઈએ, તે ખેંચાઈને આવે છે. શુદ્ધાત્મદ્રવ્યનું ધ્યાન એક બાજુ કર્મની નિર્જ કરે છે અને બીજી બાજુ ઉત્કૃષ્ટ પુણ્યાનુબધી પુણ્ય ઉપાર્જન કરાવે છે. આત્માનુભૂતિ આગળ શરીર પણ ઉપાધિ તુલ્ય ભાસે છે. સચ્ચિદાનંદ સ્વરુપની ઝાંખી વખતે એ અનુપમ આનંદ હોય છે, તે સદા કાળ ટકી રહે તેવી તીવ્ર ભાવના પ્રગટે છે. ઉપકારકત! શ્રી નવકાર પ્રત્યેની પ્રીતિ-ભક્તિ ટુંક સમયમાં ઠેઠ સ્વરુપ–લાભ સુધી લઈ જઈ શકે છે, એ પંચ પરમેષ્ટિ ભગવંતને કેટલો મહાન ઉપકાર છે ! તે જ રીતે શ્રુતજ્ઞાન પણ તેના કઈ પણ આરાધકને અનુભૂતિ પર્વતનું જ્ઞાન આપી શકે છે. માટે શાસ્ત્ર અને તેના રચયિતાઓની અપરિચિત શક્તિઓને ઓછી ન આંકવી જોઈએ. પિતાની બુદ્ધિના ટૂંકા ગજ વડે કદી ન માપવી જોઈએ. શાસ્ત્રનું યેય પણ તેનું આલંબન લેનારને આત્મ–સાકાર કરાવી આપવાનું છે. માટે શ્રીનવકાર તેમજ શાસનું હમેશા અનન્યભાવે સ્મરણ-મનન-ચિંતન ધ્યાન કરવું જોઈએ. તેનાથી આત્મા તરફ વળાય છે. એક વખત આ વલણ થાય છે એટલે બહિરાત્મભાવ ક્ષીણપ્રાય થઈ જાય છે અને ધસમસતી સરિતાની જેમ સમગ્ર શક્તિઓને પ્રવાહ આત્મભાવમાં સમાઈ જવા થનગની ઉઠે છે. આવો અનુભવ શ્રી નવકાર ભક્તિ અને શાસ્ત્રભકિતથી શીધ્ર થાય છે. wા
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy