SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ જીવનનું લક્ષ્ય સામાયિક? અર્થ? આ અને રૌદ્રધ્યાન છેડીને તેમજ સાવવા કમને ત્યાગ કરીને, મુહૂર્ત પર્યત સમતામાં રહેવું તેને સામયિકવ્રત કહે છે. જ્ઞાનાદિ શક્તિઓ દ્વારા મોક્ષમાર્ગને સાથે તે સાધુ અને નિર્વાણ સાધક ગે તે મોક્ષમાર્ગ, સામાયિક ધર્મ એ માત્ર જાણવાને વિષય નથી, પણ સમજવાને, વિચારવાને, આચરવાનો અને અંતરમાં ઊંડે ઉતારવાને વિષય છે. અનંત જીવ દ્રવ્યમાં જીવત્વ-જાતિગત એકતા છે. એક છવના અનંત ગુણેમાં પરસ્પર વ્યાપ્તિ રૂપ એકતા છે. એક જીવના અનંત પર્યાયોમાં દ્રવ્યગત એકતા છે. જીવમાં જીવત્વનું ચિંતન સમતા લાવે છે. કર્મમાં કર્મત્વનું ચિંતન સમતા લાવે છે. ગુણમાં ગુણત્વનું ચિંતન સમતા લાવે છે. બધા એમાં જીવત્વ સરખું છે. સંસારી જેમાં કર્મકૃત વૈષમ્ય સરખું છે. જીના ગુણેમાં આત્મધર્મવરૂપ સરખાપણું છે. જીવત્વના ચિંતનથી મધુર પરિણામ ઉત્પન્ન થાય છે. કર્મ-વિપાકના ચિંતનથી સમ પરિણામ, તુલા પરિણામ ઉત્પન્ન થાય છે. કર્મ વડે જીવ દુઃખ પામે છે, ધર્મ વડે સુખ પામે છે. ધર્મ મંગળ છે, કર્મ એ વિદન છે. કર્મરૂપી વિદન ધર્મરૂપી મંગળ વડે ક્ષય પામે છે. અને તેના પરિણામે જીવ પિતાનું શદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરે છે. સમતાની પ્રાપ્તિ માટે ત્રણ વસ્તુનો વિચાર કરવા યોગ્ય છે? (૧) જીવને પરિણામિક ભાવઃ સહજ સ્વરૂપ (૨) જગતને ઔદયિક ભાવ કર્મ (૩) ઈશ્વરને ક્ષાયિક-શ્રાપથમિક ભાવઃ ધર્મ. આ ત્રણ વસ્તુના વિચારમાં મન લગાડવું જોઈએ. જીવનનું લક્ષ્ય સામાયિક ? જે અનિવાર્ય છે, તેની સાથે સહકાર મેળવે. જે વસ્તુ ટાળી શકાતી જ નથી, તેની સાથે હાથ મિલાવવામાં જ ડહાપણ છે. જે કાંઈ બની રહ્યું છે, તેને શાન સ્વીકાર કરે તે સામાયિક છે. શાન્ત સ્વીકાર એટલે અણગમાના અંશ વિનાને સવીકાર, સહજભાવે સ્વીકાર. જીવનનું લક્ષ્ય-શાતિ, સમતા કે સામાયિક જ છે. દુઃખને પચાવતાં આવડી જશે તે તેમાંથી નવું બળ એજય સાંપડશે. અને એથી પરમ શાતિને પ્રકાશ પામી શકાશે. આ. ૬૦
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy