SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ચિંતન ૪૬૯ કમભાવી પર્યાય ગુણેનું અધિષ્ઠાન, પર્યાનું દ્રવ્ય અને દ્રવ્યોનું સાદય એક જ છે. એક દ્રવ્યમાં અનંત ગુણે એક કાળે રહેલા છે, અનેક કમભાવી પર્યાયમાં અનુસ્મૃત એક જ દ્રવ્ય રહેલું છે અને અનેક વ્યક્તિઓમાં સજાતીય તત્ત્વ એક જ રહેલું છે. એ રીતે સજાતીયતા, એકદ્રવ્યતા અને એક આધારતાને વિચાર અનુક્રમે મધુરતા, ગંભીરતા અને ધીરતા લાવે છે. ક્રમભાવી પર્યામાં અનુસ્મૃત એક દ્રવ્યને વિચાર ધીરતા બક્ષે છે. સહભાવી ગુણામાં રહેલી એકતા ગંભીરતા આપે છે અને સજાતીય દ્રવ્યોમાં રહેલી સાદરય એકતા ઉદારતાને લાવે છે. ધીરતા, વીરતા અને ગંભીરતા શાનરસને જન્માવે છે. “પીરોકારતા ' ધીરતા અને ઉદારતા એ શાન્તરસના લક્ષણે તરીકે પ્રસિદ્ધ છે. દ્રવ્ય–ગુણ પર્યાયના સ્વરૂપની આ વિચારણામાં જેમ જેમ નિપુણતા આવતી જય છે, તેમ તેમ સ્વ પર કલ્યાણકારી સમભાવ–સમતાનું પરિણામ વધુને વધુ સુદઢ બને છે. સમભાવની પ્રાપ્તિ થવાથી આ દુનિયામાં બનતા ગમે તેવા બનાવો વિચલિત કરી શક્તાં નથી. સમગ્ર દષ્ટિમાં અખિલતાનું જન થઈ જાય છે તેથી ભાવ પણ તે જ સમત્વપ્રચુર રહે છે. કમભાવી પર્યાનું દર્શન વિસ્મયકારી ન નીવડતાં સમભાવ પુષ્ટિકર નીવડે છે. અહીં દ્રવ્યરૂપે આત્મતત્તવનું ગ્રહણ છે તે પછી આ બધી જ વિચારણામાં મનેવ્યાપાર વધારવાનું છે. તેનાથી જે લાભ થાય છે, તે અપૂર્વ આહલાદક અને સર્વશ્રેયસ્કર પ્રકારનો હોય છે. સામાયિક-ચિંતન રાગ-દ્વેષના અભાવરૂપ આત્માના મધ્યસ્થ પરિણામ અને એ પરિણામ વખતે થતે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણેને આત્માને લાભ-તે સામાયિક ધર્મ છે. સમ એટલે સર્વ જી પ્રત્યે સમાન ભાવ, અને તેથી સવ સાવવ વેગને ત્યાગ અને નિરવ ગેનું અનુષ્ઠાન, સમભાવના લાભવાળી આ ક્રિયાને સામાયિક કહે છે. સાવા એટલે સપાપ. નિરવદ્ય એટલે નિષ્પાપ. સાવધ વ્યાપારથી આત્માને ગેરલાભ થાય છે, માટે તે હેય છે. નિરવ વ્યાપારથી આત્માને લાભ થાય છે, માટે તે ઉપાદેય છે. જેનાથી રત્નત્રયીની શુદ્ધિ તેમજ પુષ્ટિ થાય તે નિરવ વ્યાપાર છે. તેથી મેક્ષ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy