SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ આત્મ-ઉત્થાનને પાક મુક્તિ, મુક્તિમાર્ગ અને મુક્તિમાર્ગના સાધકના સમાગમમાં આવવાની ક્રિયામાં પુરુષાર્થ ફેરવ્યા વિના સંસાર, સંસારમાર્ગ અને સંસારમાર્ગના સાધકના સંબંધમાં આવવાને જીવસ્વભાવ પલટાતું નથી એ સ્વભાવ પલટાવા માટે તત્પરુચિ અને તવબોધ વિકસાવનાર દર્શન, જ્ઞાન, ગુણ અને તેના વિષયભૂત પદાર્થના ચિંતનની આવશ્યક્તા છે. તેમ જ તત્ત્વપરિણતિ વિકસાવનાર ચારિત્ર ગુણ-સમાં પ્રવૃત્તિ અને અસથી નિવૃત્તિ પણ તેટલી જ આવશ્યક છે, તે સામાયિકનું સમ્મ પરિણામ છે. નિજ પરિણામ જિનાજ્ઞા સેવનમાં પરિણમે તે આશયને સદાશય કહે છે. આશયમાં અસતની પ્રતિષ્ઠા કરવાથી આજ્ઞાનું ઉત્થાપન થાય છે તેથી ભવપર. પરા વધે છે, એટલું જ નહિ પણ એને ઘણી જ અશાતા પહોંચાડનારી એનિઓમાં વારંવાર રઝળવું પડે છે. આત્મતત્વની રુચિ, તેનો જ યથાર્થ બોધ અને તદનુરૂપ વતન એ ત્રણ વડે જીવ, દેશ-કાળ અને કર્મના ત્રિકોણને ભેદીને શિવપદનો અધિકારી બની શકે છે. સમતાનું સ્વરૂપ “જો બીયા પરમાર્મિક| भी दशकालिकसूत्र : अ. ४ સર્વ જી પરમ ધર્મવાળા છે. એટલે સુખની ઇચ્છા અને દુઃખના હેવવાળા છે. “જનમામિના” પદથી સર્વ જી સુખના અર્થી અને દુખના શ્રેષી છે. એમ કહીને કદી જીવને દુઃખ થાય નહિ અને સર્વ જીવોને સુખ થાય તે રીતે વર્તવાનું શામાં વિધાન કર્યું છે. આ જાતની સમતા વિના દાન, તપ, યમ કે નિયમનું મુક્તિમાર્ગમાં કાંઈ પણ ફળ નથી. સમતાપૂર્વક કે સમતા અથે કરાયેલાં તે ફળદાયી થાય છે. ત્રસ સ્થાવરાદિ ભેટવાળા સર્વ જીવોમાં સુખપ્રિયત્નાદિ ધર્મો આત્મતુલ્ય છે એમ સમજી સર્વ સાથે આત્મતુલ્ય પરિણતિને કેળવવી તે “સમતા' કહેવાય છે. જિનશાસનનું પરમ રહસ્ય સામ્ય અથવા સમતા એ શ્રી જિનશાસનનું પરમ રહસ્ય છે. બ્રહ્મવાદીઓને બ્રહ્મ, ઈશ્વરવાદીઓને ઈશ્વર અને કર્મવાદીઓને કર્મની ઉપાસનાનું જે મહત્તવ છે, તેવું જ બલકે તેથી પણ વધુ મહત્વ શ્રી જિનશાસનમાં “સામ્યની ઉપાસનાનું છે, કેમ કે કઈ પણ ઉપાસના અંતે “સામ્યપણમાં પરિણમે, તે જ તે મેક્ષનું કારણ બની શકે. | સર્વજ્ઞ પરમાત્માઓએ મોક્ષનું પરમ કારણ તરીકે “સામાયિક-ધર્મ અને જણાવેલ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy