SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ આત્મ-ઉત્થાનને પાયે મેક્ષનાં સાધન માતાના ત્રણ ગુણ ક્ષાત્તતા, દાંતતા અને શાન્તતા જેમ પુત્રને અનુલક્ષીને છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવન એ ત્રણ ગુણ સમસ્ત જીવસૃષ્ટિ પરત્વે છે. પુત્રના અપરાધ પ્રત્યે માતા ક્ષમાશીલ હોય છે. પુત્ર પ્રત્યેની મમતના કારણે માતા પિતાની ઈન્દ્રિયોને દમનારી હોય છે અને પુત્રમાં અહ ભાવના કારણે દુ:ખ વખતે ધેર્ય ધારણ કરનારી અર્થાત શાત હોય છે. અપરાધને ખમવું, સુખને ત્યજવું અને દુઃખને સહવું એ ત્રણે સ્નેહનાં કાર્ય છે. નેહનું પરિણામ અપરાધને ગળી જાય છે, અને સહી લે છે અને સુખને ત્યજી શકે છે. | સ્નેહ યાને વાત્સલ્યના કારણે માતા, પુત્રના સુખે સુખી, દાખે દુખી અને અપ ધ પ્રત્યે સહાનુભૂતિ દાખવી શકે છે તથા પુત્રનું સુખ એ પોતાનું સુખ, પુત્રનું દુઃખ એ પિતાનું દુઃખ અને પુત્રના દેષ એ પિતાના દોષ માની શકે છે સમ્યગ્દષ્ટિ જીવ પણ બીજાના દુઃખ પ્રત્યે દયાવાન, સુખ પ્રત્યે પ્રમોદવાન અને પાપ પ્રત્યે ક્ષમાવાન રહી શકે છે ધમ પૂર્ણ પ્રેમમય હોવાથી તે એક સાથે માતાની, પિતાની, મિત્રની, બંધુની, સ્વામી અને ગુરુની ઉપમા પામી શકે છે. ધર્મ એ કેવળ જ્ઞાન કે કેવળ ક્રિયાનું નામ નથી, પણ તેની પાછળ રહેલા સ્નેહપરિણામનું નામ છે જ્ઞાન અને ક્રિયા એ સ્નેહને પ્રગટ કરવાનું અને અભિવ્યક્ત કરવાનું એક સાધન માત્ર છે. જે જ્ઞાન સર્વ પ્રત્યે નેહના પરિણામને પેદા કરી શકે અને જે ક્રિયા સર્વ પ્રત્યે સદ્દભાવવાળું વર્તન રખાવી શકે, તે જ્ઞાન અને ક્રિયામાં સમ્યગપણું લાવી આપનાર સ્નેહ પરિણામ તે સમક્તિ છે. સમકિત વિનાના જ્ઞાન અને ક્રિયા નકામાં છે, તેમ સ્નેહ-પરિણામ વિનાનાં જ્ઞાન અને ક્રિયા નકામાં છે. નેહ પરિણામ એ જ ધર્મનું મૂળ છે અને એ જ સમ્યગ્દર્શનનું પરિણામ છે. જ્ઞાન એ નેહપરિણામનું કારણ છે અને ક્રિયા એ ને પરિણામનું કાર્ય છે. જે જ્ઞાન ને પરિણામને ન વિકસાવી શકે, તે જ્ઞાન અજ્ઞાન છે. જે ક્રિયા નેહ પરિણામની અભિવ્યક્તિ ન કરે તે ક્રિયા અક્રિયા છે અથવા અસત્ ક્યિા છે. નેહ પરિણામને વિકસાવનારું જ્ઞાન ભણવું જોઈએ અને નેહ પરિણામને પુષ્ટ કરનારી ક્રિયા કરવી જોઈએ. શાસ્ત્ર દષ્ટિએ મૈગ્યાદિનું સંવેદના અને ગુરુ લાઘવ વિજ્ઞાન જેને હોય, તેનું જ જ્ઞાન સમ્યકજ્ઞાનની ઉપમા પામે છે અને તેની જ ક્રિયા સભ્ય ક્રિયાની પ્રસિદ્ધિ મેળવે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy