SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ આત્મ- ઉત્થાનને પાયે ત્યાં પડછા હોય યા ન પણ હોય. મધ્યાહ્ન સમયે પુરુષ હોય છે, પણ તેને પડછાયે હેતું નથી. અન્ય સમયે પુરુષ અને પડછાયો બંને હોય છે. ગૌરવર્ણવાળા પુરુષને પડછાયે શ્યામ હોય છે. લોકમાં પડછાયાની કિંમત કે ગણતું નથી, તેમ લકત્તરમાં દોષની કિંમત જ નથી. દેષને પકડવાથી દેષ જ આવે છે. ગુણને પકડવાથી ગુણ પકડાય છે. દેવને વજન ન આપતાં ગુણને જ વજન આપવાથી, તે ધર્મમાર્ગ બને છે. છદ્મસ્થપણાને કારણે આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પ્રમાદિ ગુણસ્થાનકે એ પ્રમાદ, કષાય, નેકષાયાદિ દેવાળા હોવા છતાં, તેમના ગુણેને આગળ કરીને જ આરાધના થાય છે તેમ જીવરાશિ પ્રત્યે મૈત્રીભાવ, જીવમાં રહેલા ગુણને આગળ કરવાથી જ સાધી શકાય છે. મૈત્રી એ સ્નેહ પરિણામરૂપ છે. ષ તે પરિણામને શેકવી નાખે છે તેવી ગુનાનું પરથતિ ” એ નિયમ છે. એટલે દ્વેષીમાં મૈત્રીભાવ ટક્ત નથી. ઉમરી સત્ર ચૂર્ણ એ ભાવ તે જ ટકે, જો જીવમાત્રમાં રહેલ ગુણને જોવામાં આવે. એ ગુણ “અક્ષરનો અને તમે ભાગ જીવમાત્રમાં ઉઘાડો છે, એ વચનને આગળ કરવાથી જોઈ શકાય છે અને એ રીતે જેનાર જ મૈત્રીભાવ વડે જીવમાત્રને ગુણદષ્ટિ વડે જઈને આરાધક બને છે. દેષ જેવાથી દોષ આવે છે અને ગુણ જોવાથી ગુણ આવે છે. ભગવાન જીવમાત્રમાં પ્રચ્છન્નપણે રહેલા કેવળજ્ઞાનાદિ ગુણોને જ્ઞાનના બળથી જોઈ શકે છે, તેથી તેમનામાં સ્નેહભાવ સુકાતું નથી, પણ અખંડ રહે છે. નેહભાવને શેષવી નાખનાર શ્રેષરૂપી દાવાનળને ડામવા માટે દેશદષ્ટિને દૂર કરી ગુણદષ્ટિ કેળવી જોઈએ. ગુણ દષ્ટિવાન સદાય સાચી આત્મકમાણી કરે છે, દોષ દષ્ટિવાન સદાય પેટમાં રહે છે. સજીવનો તિરસ્કાર ? મનુષ્યમાં રહેલી નિર્બળતાઓને લોકે જેટલા પ્રમાણમાં તિરસ્કાર કરે છે, તેટલા પ્રમાણમાં તેનામાં રહેલા બળ અને ઊર્ધ્વગામિતાની શક્યતાઓ આદર કરતાં નથી. તેની જડતા પર જેવા જોરથી ઘા કરે છે, તેવા કે તેથી અર્ધા જોરથી પણ તેનામાં રહેલા ચૈતન્યને આદર કરતાં નથી. મનુષ્યમાં દેખાતી ક્ષુદ્રતા, તેમને જેટલી ખૂંચે છે, તેટલી તેનામાં રહેલી વિરાટતા પ્રત્યે પ્રેમ કરવાની વૃત્તિ તેમનામાં નથી જાગતી. મનુષ્યની
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy