SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ આત્મ-ઉત્થાનને પાયો વસ્તુતઃ તેમ નથી. જો એમ જ હોય તે એ રીતે જોતાં બધાને સુખ-દુઃખ કે વિકાર સરખા પેદા થવા જોઈએ, પણ એમ જોવામાં આવતું નથી. ત્યારે કઈ રી સુખ-દુઃખ આપે છે કે વિકારને પેદા કરે છે? મનોમયી જેની છબી મન પર પડે છે, એ સુખ-દુઃખ આપે છે અને એ જ વિકારને પેદા કરે છે. અંદર જે સ્ત્રી પેદા થઈ એમાં રૂ૫ કે આકાર સિવાય કાંઈ નથી. એમાં હાડમાંસ નથી. એને ઊંચાઈ, પહોળાઈ કે વજન નથી. એ કેવળ બહાર રહેલી સ્ત્રીને ભાસ છે. એટલે બે ઓ થઈ, એક બહારની, હાડમાંસવાળી. બીજી હાડમાંસ વિનાની, કેવળ મનોમય રૂ૫” અને મનમય “આકારવાળી. બહારની શી જેવા છતાં, અંદરની સ્ત્રી મનમાં પેદા ન થાય, તે માણસને સુખ, દુઃખ કે વિકાર કાંઈ જ ન થાય. એથી ઊલટું બહાર આી જોવામાં ન આવે, પણ મને મય રૂપ-આકારવાળી રમી પેદા થાય તે જરૂર સુખ-દુઃખ કે વિકાર પેદા થાય. આ જ વાતને શાસ્ત્રીય ભાષામાં કહેવી હોય તે વસ્તુમાં રૂપ-આકાર છે, પણ રૂપ-આકારમાં વસ્તુ નથી–એમ કહી શકાય. વાદળામાં પાણી છે, પાણીમાં વાદળાં નથી. અગ્નિમાં ધૂમાડે છે, પણ ધૂમાડામાં અગ્નિ નથી, એમ પણ કહેવાય. સૃષ્ટિના પદાર્થોનું વિશ્લેષણ આપણને સૃષ્ટિના પદાર્થોનું જે જ્ઞાન થાય છે, તેનું વિશ્લેષણ કરીએ તે ખ્યાલ આવે કે પદાર્થને જોતાં જ તેમાં રહેલ રૂપ કે આકાર આપણા મનમાં પ્રવેશ કરે છે એટલે કે એ પદાર્થના રૂપ-આકારનું ચિત્ર મનમાં ખડું થાય છે. એ રૂપ-આકાર કંઈ વસ્તુ નથી, વહુને ભાસ છે. જેમ આપણી છાયા એ કાંઈ વસ્તુ નથી. વસ્તુ આપણે છીએ, છાયા એ વસ્તુને ભાસ છે. તે જ રીતે દરેક વસ્તુનું જ્ઞાન એ તેના રૂપ-આકારનું જ જ્ઞાન છે. રૂપ-આકારનું ચિત્ર મનમાં ખડું થતાં વેંત જ એના વિશે જુદા જુદા ભાવે, જુદી જુદી કલ્પના મનમાં પેદા થાય છે. સંસ્કારવશાત્ થતાં આ જુદા જુદા ભાવે અને જુદી જુદી કલ્પનાઓ મનુષ્યને સુખ-દુઃખ આપે છે. ચિત્તમાં રૂપ-આકાર પેદા થયા પછી ઉત્પન્ન થનારા રાગદ્વેષમૂલક ભાવે કે ક પનાઓને આપણે અભ્યાસથી અટકાવી શકીએ છીએ, તેમ જ વિશેષ અભ્યાસથી મનમાં ઉત્પન્ન થતાં રૂપ-આકારને પણ અટકાવી શકીએ છીએ. આ વાત જે ચિત્તમાં ઠસી જાય, તે મનમાં પેદા થતી વ્યાકુળતા શમી જાય, કેમ કે વ્યાકુળતાને આધાર મનમાં થતી ક૬૫નાઓ છે. કલ્પનાઓને આધાર મનમાં ઊઠનારા રૂપ અને આકારો છે. અને મનમાં ઊઠનારા રૂપ અને આકારોને આધાર, બહાર રહેલી સૃષ્ટિ છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy