SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા-સંયમત૫ .૩૭૩ અને તજજન્ય આત્મસ્થિતિ છે.” શુદ્ધ આત્મસ્થતાનો સહજ પ્રભાવ કલ્પનાતીત છે. તેને પામવાના સર્વ શાસ્ત્રોક્ત સાધનને અહીં વ્યવસ્થિત નિર્દેશ છે. અહિંસાના પાલન માટે ક્રોધ-નિગ્રહની આવશ્યકતા છે. સંયમના પાલન માટે ઇન્દ્રિયના નિગ્રહની આવશયક્તા છે. તપની આરાધના માટે ઈચ્છા નિરોધની જરૂર છે. ધર્મ-અહિંસા, સંયમ અને તપમાં છે. એને અર્થ ધર્મ, ક્ષાન્ત, દાન અને શાન્ત૫ણામાં છે. પાપનું સાધન ક્રોધ છે, દુઃખનું બીજ અસંયમ છે અને ભવનું મૂળ ઈચ્છા છે. ક્ષમાવાન પાપરહિત બને છે. ઈદ્રિને દમનારે દુઃખ મુક્ત બને છે. તૃષ્ણને રોકનારે કમમુક્ત થાય છે. ક્ષમાનું સાધન મંત્રીભાવ છે, સંયમનું સાધન વૈરાગ્યભાવ છે અને તપનું સાધન ત્યાગભાવ છે અથવા ત્રણેનું સાધન એક મૈત્રીભાવ છે. મૈત્રીભાવવાળે તે છે કે જે સર્વ જી પાપ, દુઃખ અને કર્મથી મુક્ત બને, એવી ભાવનાને ધારણ કરે છે. અહિંસા, સંયમ અને તારૂપી ધમની આરાધના માટે પાપ, દુઃખ અને કર્મથી મુક્તિની ભાવના અનિવાર્ય છે. સમજપૂર્વકનું જ્ઞાન સર્વ જીવોની વિચિત્રતાઓને સહવી તે અહિંસા. | સર્વ સુખને સહવાં તે સંયમ સર્વ દુબેને સહવાં તે તપ. જીવોને સહવા એટલે આત્મામાં સમાવવા. મિથ્યાદિ ભાવેને ધારણ કરવા વડે તે શક્ય બને છે. સુખને સહવાં એટલે ત્યજવાં. કર્મના વિ પાક માની તટસ્થ રહેવું. દુબેને સહવાં એટલે તેને ત૫ સ્વરૂપ સમજવાં. તપ તપવા માટે દુઃખની પણ જરૂર છે. સંયમ પાળવા માટે સુખની પણ જરૂર છે. અહિંસાને આરાધવા માટે જીવોની વિવિધતાની પણ જરૂરી છે. વિવિધતામાં એકતાનું ભાન, અહિંસાને લાવે છે. સુખમાં દુઃખ-બીજાનું જ્ઞાન સંયમ લાવે છે. દુખમાં સુખ-બીજાનું જ્ઞાન તપ લાવે છે. દુઃખ માત્ર સુખનાં બીજ છે. જીવ માત્ર મોક્ષનાં બીજ છે, કારણ કે સર્વ જીવો તે-તે અપેક્ષાએ ચારે ભાવનાનાં નિમિત્ત બનીને આપણાં મેક્ષનાં બીજ બને છે અને તેમાં ભવ્ય-અભવ્ય સર્વ છે આવી જાય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy