SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્ય-પ્રદાતા ત્રણ યોગ ૩૪૧ ૨. કરાવણ -કઈ પણ શુભકાર્ય બીજા છ દ્વારા કરાવવામાં કે તેમાં સહાયક બનવામાં સ્વયં તે સત્કાર્ય ન કરી શકવા બદલ–મનમાં ખેa અનુભવવા સાથે હું જલ્દી તે સત્કાર્ય કરવા ઉજમાળ બને એવી શુભ ઝંખના હોય છે. અને સાથે સાથે સર્વ જીવના સર્વ સકાર્યોની અનુમોદના પણ હોય છે. ૩. અનુમોદન -કઈ પણ પુણ્યકાર્યની અનુમોદનામાં સ્વયં ન કરી શકવા કે ન કરાવી શકવા બદલ માનસિક દુઃખ સાથે કરણ-કરાવણની શુભ ભાવના અને સર્વ કેઈના કરણ, કરાવણ અને, અનુદન રૂપ સત્કાર્યની અનુમોદના હોય છે. અનુમોદનાની પણ અનુમોદના-અનુમોદકમાં કરણ-કરાવણ અને અનમેદનાની શક્તિનું બીજારોપણ કરે છે અને શક્તિ વિકસાવે છે. સત્કાર્ય કરવા અને કરાવવાને સુઅવસર ક્યારેક અને થોડા સમય પૂરત જ મળે છે. જ્યારે અનુમોદના વારંવાર અને દીર્ઘકાળ સુધી કરી શકાય છે. માટે જ અનુમોદનાનું મહત્વ અને સામર્થ્ય અધિક બતાવવામાં આવ્યું છે. અનુમોદનાથી સર્વના, સર્વ સુકૃતનું અને સદગુણનું બહુમાન થાય છે. તેથી ગુણનું બીજાધાન થાય છે. પુણ્યને અનુબંધ પડે છે અને પાપક્ષયની શક્તિ પ્રગટ થાય છે. એટલું જ નહિ પણ અનુમોદનાના પ્રભાવે સર્વ-પ્રકારની દીનતા નષ્ટ થઈ જાય છે. જીવન આનંદ અને ઉલ્લાસથી હર્યું ભર્યું બની જાય છે. ત૫-જપ-સંયમાદિનું પાલન પણ વપરના સુકૃતની અનુમોદનાથી જ વાસ્તવિક ફળદાયક બને છે. શુભ કરણ, શુભ કરાવણ અને શુભ અનુદન એ અનુક્રમે તન-વચન અને મનનાં જ શુભ કાર્ય હવાથી પુણ્ય સ્વરૂપ જ છે. અનુમોદનાની મહત્તા અને ગુણવત્તા દ્વારા-જિનશાસનમાં પુણ્ય તત્તવની જ મહત્તા, ગુણવત્તા અને ઉપાદેયતા બતાવવામાં આવી છે, એ સ્પષ્ટ સમજાય છે. પિતાના કે બીજા સર્વના સુકૃતની-સદ્દગુણની અનુમોદના એટલે કે તે સત્કાર્ય-સદગુણ બદલ મને મન આનંદનો અનુભવ કરવાથી પુણ્ય પુષ્ટ બને છે. માટે નવે પ્રકારના પુણ્યની કરણ-કરાવવું અને અનુમોદના કરવામાં વધુ ને વધુ ઉજમાળ બની પુણ્યને પરિપુષ્ટ બનાવવું જોઈએ. નાનકડું પણ પુણ્ય અનુમોદનાથી પુષ્ટ બનતા આત્માને સદ્દગતિ અને શિવગતિનો સદ્દભાગી બનાવે છે. એ માટે શાલિભદ્રજીનું દષ્ટાંત જૈન શાસનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે, શાલિભદ્ર ભરવાડના ભાવમાં સુપાત્રમાં કરેલું અન્નપુણ્ય-ખરનું દાન દ્રવ્યની અપેક્ષાએ તે અલ્પ જ હતું, પણ ભાવ-અનુમોદના દ્વારા તે પુણ્ય પુષ્ટ બનતા, અદ્વિતીય પુણ્ય-લક્ષમીનું કારણ બની ગયું. જે પુણ્યના પ્રભાવે શાલિભદ્રનો જન્મ પામી અપાર અદ્વિતીય દેવી વૈભવ-વિલાસની સામગ્રીના ભક્તા બન્યા અને સમયને પરિપાક થતાં જ તે બધાને તૃણની જેમ ત્યાગ કરી, ભગવાન શ્રી મહાવીરદેવના ચરણમાં સમર્પિત થઈ ગયા ! તેમજ જ્ઞાન, ધ્યાન, સંયમની સુંદર સાધના કરી સિદ્ધિપદના અધિકારી બન્યા. માનવ
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy