SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ, પ્રેમ અને વિશ્વાસ ૨૯૮ મનન, ચિંતન, ભજન કરીને પૂજન આદિ દ્વારા પિતાનાં સમય-શક્તિ અને શ્વાસોચ્છવાસ સાર્થક કરવાં જોઈએ. શ્રી તીર્થંકર પરમાત્માને ભૂલી જઈને જીવ ભવમાં ભૂલ પડે છે અને જ્યાં ત્યાં અથડાય-રિબાય છે. શ્રી તીર્થંકર પરમાત્મા જેવા નાથને જેઓ ભજે છે, તેઓ જ સાચા સનાથ છે. પ્રભુ, પ્રેમ અને વિશ્વાસ સાધકને માટે અને ભય અને સુખની આસક્તિ બંને ત્યાજ્ય છે. પિતાને દેહ સ્વરૂપ માનવામાં પોતાના જ્ઞાનને અનાદર છે. ઈચ્છા, , સુખ, દુઃખાદિ વિકારેની ઉત્પત્તિ દેહભાવથી છે. ઈરછાને પૂરી કરવામાં કઠિનતા પડે છે પણ તેને ત્યાગ કરે કઠણ નથી. ઈચ્છાપૂર્તિમાં પ્રાણી પરાધીન છે, ત્યાગમાં સવાધીન છે. પ્રભુ પ્રેમનું પરિણામ માત્ર સદગુણ અને સદાચાર ઉપરાંત પ્રેમ અને વિશ્વાસ છે. જે પ્રભુ ઉપર પૂરે પ્રેમ ધરાવે છે અને વિશ્વાસ સ્થાપે છે, તે પ્રભુની કૃપા પ્રાપ્તિ કરી શકે છે. હું દેહ નથી, એ વાતને સમ્યક્ પ્રકારે જાણી લેવાથી સમસ્ત વાસનાઓનો અંત આવે છે, ચિત્ત સ્થિર થઈ જાય છે, બુદ્ધિ સમ બની જાય છે, સમસ્ત દરખાને અભાવ થઈ જાય છે અને ઈશ્વર-પ્રેમની લાલસા જાગે છે અને તે ઈશ્વર મિલાપ કરી આપે છે. પતે પિતાને પતિત માને, તે જ પતિત પાવન પરમાત્માના આલંબનથી ઉદ્ધાર થઈ શકે. ભગવાનને પ્રાપ્ત કરવા એ કઠણ કામ છે એમ માનવું તે ભૂલ છે. ભગવાનથી મનુષ્યને જરા પણ દૂરીપણું (Distance નથી. ભગવાનના શરણે જવાની સાથે તે અપનાવી લે છે. તેના આડે આવનાર કોઈ હોય તે તે મનુષ્યનું અભિમાન છે. આ અભિમાન શરણમાં અવરોધક છે. આપણા ભગવાન ભગવાન સર્વશકિતમાન, સર્વસુહા, પતિતપાવન દીનવત્સલ અને સર્વગુણ સંપન્ન, પરબ્રહ્મ પરમેશ્વર છે. કેઈપણ પ્રાણું ગમે તેટલે દીન, હીન, નીચ કે પાપી હોય તે પણ તેને અપનાવવા માટે ભગવાન કેઈ પણ સ્થળે કે સમયે શરણાગત વત્સલ હોવાથી તૈયાર છે. શરણાગતિ તે અચૂક શરત છે. તેના પ્રભાવે મનુષ્યના સર્વ દેવ નાશ પામે છે. મન અને બુદ્ધિને સર્વ પ્રકારે ભગવાનમાં જોડવા માટે વિશ્વાસ ન થવાનાં જેટલાં કારણે હોય તેને શોધીને નાબૂદ કરી દેવા જોઈએ અને ભગવાન ઉપર વિકલ્પ રહિત
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy