SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ શ્રી અરિહંતનું સ્વરૂપ ત્રિભુવનમાં વીતરાગ પરમાત્માના બિંબ તે સ્થાપનાઅરિહંત. તીર્થકર પદવી ચગ્ય જીવ તે દ્રવ્યઅરિહંત. વિહરમાન જિન શ્રી સીમંધાદિ તે ભાવઅરિહંત. સુવર્ણ રત્નમય સિંહાસન પર બિરાજી ચતુમુખે ધર્મદેશના કરે. ત્રિભુવન લક્ષમી સહિત–વિશ્વાધીશ. અંતરંગ વૈરી રહિત-પરમ જગદીશ. આકાશની જેમ નિશબ. પૃથ્વીની જેમ સર્વસહ મેરૂની જેમ નિમ્બકંપ. સમુદ્રની જેમ ગંભીર. ચન્દ્ર પરે સમ્ય. સૂર્ય પરે ત૫તેજ. સિંહપરે અક્ષેભ્ય. ચંદન પરે શિતળ. વાયુ પરે અપ્રતિબદ્ધ. ભાડ પરે અપ્રમત્ત. જગત્રય વંદની. મહામુનીશ્વરને પણ થાવવા ગ્ય કેવળજ્ઞાન વડે ત્રિભુવન દિવાકર. એવા અનંતા થયા છે. થઈ રહ્યા છે, થશે તેમનું યાન પંચવણયુક્ત યાઈએ. શ્રી અરિહંતના સેવકે શ્રી અરિહંતના સેવકે એક-કુટુંબી છે. નિગઇ. એકેન્દ્રિય, ઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રય, પંચેન્દ્રિય, નારકી. તિર્યંચ, મનુષ્ય, દેવ બધા એક જ કુટુંબના છે. સહુ એક હાંડલીના ચોખા, એક જ વસ્ત્રના તાણાવાણુ, એક જ શરીરના અવયવો, એક જ યંત્રનાં ચકો, એક જ પુ૫ની પાંખડીઓ, એક જ સંગીતના સૂરે, એક જ પ્રકાશનાં કિરણે, એક જ સાગરના બિંદુઓ, એક જ સૂત્રના તંતુઓ, એક જ નાવનાં મુસાફરો, એક જ વૃક્ષનાં પુષ્પો અને એક જ ડાળના પંખીઓ છે. વૃત્તિરૂપે મૈત્રી આવે. તે પ્રવૃત્તિમાં ઉતરે. સંકલ્પમાં એક કાર્યને આરંભ થયે, એટલે વ્યવહારમાં એ ઉતરે, એ સિદ્ધાન્ત છે. જીવ શાશ્વત છે. જડ નાશવંત છે. ભગવાનની ત્રિપદી એ સમસ્ત જ્ઞાનનો સાર છે. તે કહે છે કે, નાશવંત વસ્તુને છોડે અને અમર વસ્તુને પકડે. ડાહ્યો માણસ શાશ્વતને જ પકડે તથા નાશવંતને છોડી દે. જીવ માત્ર સાથે મૈત્રી અને જડતત્વ પ્રત્યે વૈરાગ્ય એ મેક્ષને માર્ગ છે. પુદગલ પ્રત્યે પ્રેમ ન ઉડે અને જીવ પ્રત્યે મત્રી ન જાગે, ત્યાં સુધી ધર્મની શરૂઆત જ ન થાય. એટલે એક કુટુંબનાં કુટુંબીજને સાથે સારો સ્નેહ-સંબંધ સ્થાપવા માટે જીવમૈત્રી જરૂરી જ નહિ. બલકે અનિવાર્ય છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy