SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ આમ-ઉત્થાનને પાયે શાસ્ત્રાભ્યાસનું ફળ ધર્મશાઓનું અધ્યયન કરતાં એમ સમજાય છે કે – ૧. જેટલે અંશે-અહભાવ ઓછો થતે જાય, ૨. મન શુદ્ધ અને વિશાળ બનતું જાય, ૩. વૃત્તિ પ્રાણીમાત્રની સહાયતા અને આત્મભાવની સેવા કરવા તરફ વળતી રહે, ૪. અનિત્ય એવા સંસારની વસ્તુઓની મેહમાયા નીકળી જાય. ૫. સમગ્ર વિશ્વમાં જે મહાન ચૈતન્યશક્તિ વ્યાપી રહી છે, તેની સાથે એક થવા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન થતો રહે તેટલા અંશે, જીવનના સર્વ કાળમાં અંતરની સાચી શાતિ અને પ્રસન્નતાને અનુભવ થતું રહે શાસ્ત્રાભ્યાસનું ફળ નીચે મુજબ છે : (૧) વૃત્તિમાં અહંભાવ ઘટ. (૨) મનની શુદ્ધિ દ્વારા વિશાળતા અનુભવવી. (૩) પ્રાણી માત્ર સાથે આત્મીયતા કેળવવી. (૪) વસ્તુઓ પ્રત્યે વૈરાગ્યભાવ અને (૫) ચૈતન્ય સાથે એકત્વભાવ કેળવ. દુષ્કૃત ગહ વડે અહંભાવનું વિસર્જન થઈ શકે. સુકૃતાનુમોદન વડે મનની વિશાળતા કેળવી શકાય. ચતુદશરણ ગમન વડે ચૈતન્ય માત્ર સાથે આત્મીયતા અને એકત્વ કેળવી શકાય. અથવા દુષ્કૃત ગહ વડે તેને વૈરાગ્ય, સુકૃતાનુદન વડે ગુણેની ભક્તિ તથા શરણગમન વડે ચૈતન્યની એક્તા કેળવી શકાય. ભવ્યત્વને પકવવાના જેટલા ઉપાય છે, તે બધાને સંગ્રહ અધ્યાત્મ, ભાવના ધ્યાન, સમતા અને વૃત્તિ-સંક્ષય એમ પાંચ પ્રકારના ગોમાં થઈ જાય છે. ઔચિત્યવડે આગમ, તરવચિંતન વડે યાગ અને મેગ્યાદિભા વડે અધ્યાત્મ સધાય છે; અધ્યાત્મ અને ભાવના વડે ઔચિત્યનું પિષણ થાય છે. ધ્યાન અને સમતા વડે ગ સધાય છે અને વૃત્તિસક્ષય વડે અધ્યાત્મની સાધના થાય છે. સાચું શાસન વીતરાગ શાસન શાસન, વીતરાગનું જ સત્ય છે, માટે જ તે અપ્રતિહત છે. જેમાં રાગને અંશ પણ હોય તે શાસનમાં આ અપ્રતિહતતા હૈતી નથી. કારણ કે જ્યાં સુધી રાગ છે, ત્યાં સુધી રાગી દેષને જોઈ શકો નથી. અને જ્યાં સુધી શ્રેષ છે, ત્યાં સુધી દ્રવી ગુણને જોઈ શકતે નથી. ગુણ કે દોષને યથાર્થપણે જોવાની શક્તિ રાગ અને દ્વેષથી રહિત એક વિતરાગ પુરુષમાં જ આવે છે.
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy