SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ આત્મ-ઉત્થાનને પાયો નહિ, શ્રી અરિહંત પરમાત્માઓએ કેવળજ્ઞાનથી તે જેવું છે, પિતે સ્વપુરુષાર્થથી કર્મરહિત બન્યા છે, બીજાઓને કમરહિત બનવાને માર્ગ બતાવી ગયા છે, એ માર્ગે ચાલનાર પૂર્વે દુખારહિત બન્યા છે, આજે પણ દુઃખહિત બને છે, અનંત સુખના ભોક્તા પણ તેઓ જ થયા છે અને થાય છે, એ માગની યથાર્થ શ્રદ્ધાના અભાવે જ છ ચાર ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે. દુખનાશ અને સુખપ્રાપ્તિને પારમાર્થિક ઉપાય શ્રી અરિહંતે જ સ્વયં જાણી શકે છે, બીજાએ તેમના કહેવાથી જ જાણી શકે છે. શ્રી અરિહંત કે સર્વજ્ઞ બન્યા સિવાય જેઓ સુખપ્રાપ્તિનો માર્ગ બતાવે છે, તેઓ શ્રદ્ધેય નથી. તેવા અપૂર્ણ જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલવામાં અકલ્યાણ છે. સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલા માર્ગે ચાલવામાં જ કલ્યાણ છે. સંપૂર્ણ જ્ઞાનીએ બતાવેલ માર્ગ કષ્ટપૂર્ણ હોય તે પણ આદરણીય છે. અજ્ઞાની અગર અધૂરા જ્ઞાનીઓએ બતાવે માર્ગ ઉપલક રીતે સુખદ હોય તે પણ અનાદરણીય છે. સમસ્ત દુઃખને જેમાં સદા કાળને માટે અંત છે, એવા મોક્ષને મેળવવા માટે માર્ગ સુખાળે હેઈ શકે જ નહિ, અધિક કષ્ટથી બચવા માટે અ૫ કષ્ટ એ કષ્ટ ગણાય જ નહિ. સંસારનાં ક્ષણિક સુખે પણ કષ્ટ વિના મળી શકતાં નથી, તે મેક્ષનાં અનંત સુખ વિના કષ્ટ અગર ખાતાં-પીતાં મળી જાય એમ માનવું એ વ્યાજબી નથી. આવું બધું જેઓ જાણે છે, શ્રદ્ધા અને સંવેગથી ભરપૂર વિચારે જેના અંતઃકરણમાં સ્થાન જમાવીને બેઠેલા છે, તે આત્માઓ જ પંચ પરમેષ્ટિ નમસ્કાર–ક્રિયાના યથાર્થ ફળના ઉપભોક્તા બની શકે છે. અર્થજ્ઞાન મળ્યા પછી શ્રદ્ધા, સંવેગની શી જરૂર? એમ પૂછનાર તત્વને સમજે જ નથી. અર્થજ્ઞાનની સાથે શ્રદ્ધા, સંવેગ ઈત્યાદિ જયાં સુધી ન મળે ત્યાં સુધી તે ક્રિયા, ભાવક્રિયા બની શકતી નથી. શાસ્ત્રકાર મહર્ષિઓએ “ભાવ” ને જ સર્વત્ર ફળદાયી માને છે. “ભાવ” ઉપયોગ સ્વરૂપ છે, ઉપગ વિનાની અર્થશાન સહિત અને શુદ્ધક્રિયાને પણ શાસકારોએ દ્રવ્યક્રિયા કહેલી છે. અનપોળો ટૂનિતિ વવનાર ? અનુપયોગ એટલે ઉપગ વિનાની ક્રિયા એ દ્રવ્યક્રિયા છે. એવું શાસ્ત્રનું ફરમાન છે. અનુપગવાળાની અર્થજ્ઞાનવાળી ક્રિયા પણ ભાવક્રિયા કે તેનું સાક્ષાત કારણ બની શકતી નથી. ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે, તેમ પ્રત્યેક સારી-નરસી ક્રિયામાં પણ છે. અનુપગે થયેલે અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય
SR No.023367
Book TitleAatm Utthanno Payo
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages790
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy